________________
પ્રસ્તાવિક બે બેલ. સપુરૂષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?' આ વાક્ય શ્રીમદે એક પત્રની શરૂઆતમાં મૂકયું છે. શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતના અભ્યાસીઓ તેમને એકેક પત્ર જેમ જેમ વધુ ને વધુ વાંચવાનું કરે છે તેમ તેમ તેમાં રહેલા ગંભીર આશય અપૂર્વ રીતે ક્ષયોપશમાનસાર તેમને સમજાય છે, અને એ જ ઉપરના વાક્યની ગંભીરતાની પ્રતીતિ કરાવે છે.
શ્રીમદ ભગવાન મહાવીરને મોક્ષમાર્ગ પ્રચલિત રૂઢિ કરતાં જુદા જ સ્વરૂપમાં જનસમુદાયપાસે મૂકે. છે. જે તેમના વચનામૃતના અભ્યાસથી જણાશે.
“શ્રીમદ્ રાજચંદ્ર” માંથી માર્ગદર્શક વચનામૃત સંગ્રહિત કરી આપીએ છીએ.
ગમે તે વાંચકને વાંચવાનું વિચારવાનું અને માર્ગ તરફ વલણ કરવાનું સહેજે લક્ષ થાય એવું આમાંથી મળી રહેશે.
ઈચ્છું છું કે સત્યના જિજ્ઞાસુઓ આ પુસ્તકને આત્માર્થે લાભ લેશે. સં. ૧૯૯૭
હેમચંદ કરશી મહેતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org