________________
[ ૭૫૪ ]
સંવત ૧૯૫૩ કલ્યાણને માર્ગ” બેધવાની શ્રીમન્ની ભાવના.
હે જ્ઞાતપુત્ર ભગવાન ! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણી મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? થવામાં આવાં વિઘ્ન ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડયાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખેગમે લોકે વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરૂષ થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું.
શાસનદેવિ ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણને માર્ગ હું બીજાને બેધી શકું, દર્શાવી શકે ખરા પુરુષે દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથપ્રવચનના બે ભણી વાળી આ આત્મવિરાધક પથથી પાછા ખેંચવામાં સહાયતા આપ!! તારો ધર્મ છે કે સમાધિ અને બેધિમાં સહાયતા આપવી.
[ અંગત. ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org