________________
(૧૬૦) તેમનાં લખાણમાં સત નીતરી રહ્યું છે એ મને હમેશાં ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારું એક અક્ષર પણ લખ્યો નથી. લખનારને હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મકલેશ ટાળવે છે, જે પિતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્દનાં લખાણોમાંથી બહુ મળી રહેશે એ મને વિશ્વાસ છે. પછી ભલે તે હિંદુ છે કે અન્યધમી.
રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કઈ દિવસે તેમણે એવું તે કહ્યું જ નહીં કે મારે મોક્ષ મેળવવા સારૂં અમુક ધર્મને અવલંબેવો જોઈએ.
ઘર્મના ઝગડાથી તેમને હમેશાં કંટાળો આવતે, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મીની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી.
– મહાત્મા ગાંધીજી (“શ્રીમદ્ રાજચંદ્ર”ની પ્રસ્તાવનામાંથી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org