________________
(૮૭) ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભદેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયે, નહીં મર્યાદાધર્મ, તે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગસ્કુરતો નથી, વચનનયન યમ નહીં; નહી ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી. ૧૧ અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું? ૧૩ કેવળ કરૂણામૂર્તિ છે, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડો, વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુસંતને, મૂક્યું નહીં અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિય, ઊગે ન અંશ વિવેક. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org