________________
(૮૬)
» સત શ્રી સશુરુ ભક્તિ રહસ્ય
(દેહરા) હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તે દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ : ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩. જોગ નથી સતસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. ૪
હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્યતુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિતભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહને તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેને પરિતાપ. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org