________________
દેવવંશમાં પિતાને ઘેર જમાડીને શેક દૂર કરાવ્યો. તે દિવસથી લોકેમાં ભાઈ બીજની પ્રવૃત્તિ શરૂ થઈ
આ પર્વમાં આને વદ ચૌદશ તથા અમાવાસ્યાને દિવસે છર્ડ અષ્ટપ્રકારી પૂજા કરીએ. પચાસ હજાર ફૂલથી શ્રુતજ્ઞાનની પૂજા કરીએ. ગૌતમ સ્વામીને સુવર્ણ કમલમાં સ્થાપીને ધ્યાન કરીએ. વીસ જિનનાં પટ આગળ પ્રત્યેક જિન આશ્રયી પચાસ હજાર અક્ષત એટલે ‘કુલ બાર લાખ અક્ષત મૂકી તેની ઉપર દી મૂકી શ્રી ગૌતમ સ્વામીનું આરાધન કરવું. આ આરાધનાથી સર્વોત્કૃષ્ટ સંપત્તિ તથા પરંપરાએ પરમ પદ–મેક્ષ મળે છે.
તથા અમાવાસ્યાને દિવસે ઉજમણું કરે. નંદીશ્વર -તપ માંડે. તે દિવસે નંદીશ્વર પટની પૂજા પૂર્વક ઉપવાસ કરો. એમ સાત વર્ષ સુધી દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરે. સાત વર્ષ પૂરાં થાય ત્યારે મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકની અમાવાસ્યાએ ઉજમણું કરવું. નંદીશ્વર દ્વીપના પટ આગળ બાવન પ્રકારનાં પકવાન શ્રીફળ નારંગી વિગેરે બાવન બાવન મૂકવા.
વળી એ દીવાલી પર્વને દિવસે અક્ષતને સાથી કરી પવિત્ર થઈ શ્રી ગૌતમ સ્વામીને “ હું શ્રી ગૌતમાય નમઃ” એ મંત્રને સાડી બાર હજાર વખત તથા “ હી શ્રી ગૌતમ સુવર્ણલબ્લિનિધાનાય નમઃ” એને સાડી બારસે વખત જપ કરવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org