________________
દીવાળી પર્વની કથા
તે વખતે સંપ્રતિ રાજાએ ગુરૂને કહ્યું કે “આપની કૃપાથી મને રાજ્ય વગેરે અદ્ધિ મળી છે, માટે તમે તે રાજ્ય ગ્રહણ કરે.” આચાર્ય મહારાજે કહ્યું કે “રાજન! અમને તે અમારા શરીર ઉપર પણ મમતા નથી તે રાજ્યને શું કરીએ? અમારે રાજ્યની ઈચ્છા નથી. એ રાજ્ય તે તમને તમારા પુણ્યથી મળ્યું છે. પરંતુ હવે ફરીથી પણ તમે સમકિત ધારણ કરે અને જૈન શાસનની પ્રભાવના કરી ધર્મને દીપાવો, સરૂની પાસે ધર્મ સાંભળો. દાન શીલ તપ અને ભાવ રૂપ ચાર પ્રકારને ધર્મ કરે. વળી પર્વ દિવસે તે ધર્મકરણ વિશેષતાથી કરે.”
ઉપર પ્રમાણેનાં ગુરૂર્ના વચન સાંભળી સંપ્રતિ રાજાએ ગુરૂને પૂછ્યું કે “પર્યુષણાદિક પર્વત જિન આગમમાં પ્રસિદ્ધ છે. પરંતુ દીવાલી પર્વ શાથી થયું? તે દિવસે લેકે નવાં વસ્ત્રો તથા ઘરેણાંદિક શા માટે પહેરે
છે તથા દીવાઓ શા માટે કરે છે તેનું સ્વરૂપ જણાવે.” . તે વખતે આર્ય સુહસ્તિસૂરિએ સંપ્રતિ રાજાને દીવાળી પર્વની કથા આ પ્રમાણે કહી -
ભરત ક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિશલા રાણીની કૂખમાં શ્રી વીર-વધમાન સ્વામીને દેવે લાવીને મૂક્યા. તે વખતે રાણીએ ચૌદ મેટાં સ્વપ્ન જોયાં. ચૈત્ર સુદ તેરસે ભગવાન જન્મ્યા. ઇદ્રો સહિત દેવેએ જન્મોત્સવ કર્યો. પ્રભુ જ્યારથી ગર્ભમાં ઉપન્યા ત્યારથી સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન ધાન્યદિકની વૃદ્ધિ થવાથી વધમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org