________________
ચિની પૂનમની કથા પન્નર પુત્ર પામશે. ઈત્યાદિક ઘણું સુખ ભોગવશે. વલી તે ભવમાં પણ ચૈત્રી પૂનમનું આરાધન કરશે. છેવટે જયસમૃદ્ધ ગુરૂની પાસે દીક્ષા લઈ ચારિત્ર પાળી મેક્ષે જશે. .
એમજ રાત્રી પૂનમનું તપ કરતાં ઘણું જીવ મોક્ષે ગયા છે. તથા વળી શ્રીકૃષ્ણના પુત્ર શાંબ, મઘુર, દશરથને પુત્ર ભરત, શુક નામે મુનિરાજ, શૈલકજી, પંથક, રામચંદ્ર, દ્રાવિડ રાજા, નવ નારદ, પાંચ પાંડવ એ સર્વ શ્રી સિદ્ધાચલ ઉપર મેક્ષે ગયા છે. વલી ચૈત્રી પૂનમને દિવસે ઉપવાસ કરીને જે પ્રાણ શ્રીસિદ્ધાચલ તીર્થની યાત્રા કરે તે પ્રાણી નરક તિર્યંચની ગતિને વિચ્છેદ કરે. ચૈત્રી પૂનમને દિવસે મંત્રાક્ષરે પવિત્ર સ્નાત્રજલ ગ્રહણ કરીને ઘરને વિષે છાંટે તેના ઘરમાં મરકી પ્રમુખ ઉપદ્રવ ન થાય. સર્વદા છાંટે છતે પ્રાણી ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા પામે. શુભ ભાવથી આરાથતાં મંગલ માલા વા. મેક્ષનાં સુખ પામે. શ્રીનંદીશ્વર દ્વીપને વિષે શાશ્વતા ભગવાન પૂજ્યા થકી જે પુણ્ય થાય, તે થકી અધિક પુણ્ય ચૈત્ર શુદિ પૂનમને દિવસે શત્રુંજય તીર્થ ઉપર ભગવાનની પૂજા કરવાથી થાય. જે મનુષ્ય અન્ય સ્થાનકે રહ્યો થકે પણ ચૈત્રી પૂનમને દિવસે શ્રીષભદેવજીની તથા પુંડરીક ગણધરની પૂજા કરે; તે દેવતાની પદવી પામે. અને જે વિમલાચલ ઉપર રહ્યો થક, ભક્તિ કરે, તે ઘણું જ ફલ પામે; તેમાં તે કહેવું જ શું? તા ચૈત્રી પૂનમને દિવસે જે દાન આપીએ, તપસ્યા કરી ખાન ધરીએ, સામાયિક કરીએ, જિનપૂજા કરીએ, તે સાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org