________________
ચૈત્રી પૂનમની કથા ચાહના ન કરે એવું કર્મ એને ઉદય આવ્યું છે. એ પૂર્વકૃત કર્મના ઉદયથી દુખિયારી થઈ છે માટે કર્મની ગતિ વિચિત્ર છે. તે વારે ફરી તેની માતાએ કહ્યું કે, હે સ્વામી! તારતારના વિરહથી પીડાતી થકી આજે એણે વૃક્ષની ડાલને વિષે ફાંસો ખાઈને મરવા માંડયું હતું, તેને ફાંસીથી છોડાવીને હું આપની પાસે લઈ આવી છું, માટે આપ કૃપા કરીને એને સર્વ દુઃખથી વિમુક્ત કરનારી એવી દીક્ષા આપે. ગુરૂ એલ્યા કે આ તારી પુત્રી દીક્ષા લેવાને અગ્ય છે. તે વારે માતાએ કહ્યું કે હે મહારાજ ! એને જે ધમ કરવા યોગ્ય હેય તે બતાવે. ગુરૂ બોલ્યા કે હે ભદ્ર! એને ચૈત્ર શુદિ પૂનમનું આરાધન કરાવે, કે જે થકી એના અશુભ કર્મને વિલય થાય. પછી કન્યાએ કહ્યું કે હે મહારાજ ! તમે મુજને એને વિધિ બતાવે. તે વારે પુંડરીક ગણધર બેલ્યા કે ચૈત્ર શુદિ પૂનમને દિવસે શુભ ભાવથી ઉપવાસ કર. તથા શ્રીભગવંતનક્કેરાસરે જઈ પૂજા કરવી, સ્નાત્રમોત્સવ કરે. સર્વ દેરાસરે વાંદવા જવું, ગુરૂની પાસે ચૈત્રી પૂનમણું વખાણ સાંભળવું, દીન હીન જનને દાન આપવું, તે દિવસે શીયળ પાલવું, જીવની રક્ષા કરવી, મેતીથી અથવા ચોખાથી પાટ ઉપર વિમલગિરિની સ્થાપના કરીને તેની મેટી પૂજા કરવી, ગુરૂની પાસે પાંચે શસ્તિવે દેવ વાંદવા. દશ, વીશ, ત્રીશ, ચાલીશ, પચાસ લેગસના કાઉસ્સગ્ન કરવા. સ્તવન પણ કહેવાં. બે ટંક પડિકામણું કરવાં, બીજો વિશેષ ચિરિ ગળ્યાંતરથી જાણવે, ઈત્યાજિક નિ રાત્રિનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org