________________
ત્રી પૂનમની કથા સયાં. તિહા ઇંદ્રાદિક દેવતા વાંદવા આવ્યા. તેમની આગળ. તથા પુંડરીકાદિ મુનીશ્વની આગળ શ્રી શત્રુંજય. તીર્થને મહિમા કહ્યો તથા એ તીર્થ ઉપર પુંડરીક ગણધરને મોક્ષ પ્રાપ્તિ થશે તે વખાણીને વળી કહ્યું કે હે ભવ્ય છે! એ તીર્થ અનાદિ કાળનું શાશ્વતું છે. ઈહાં અનંતાં તીર્થકર, અનંતા મુનીશ્વર કમ ખપાવી સિદ્ધિ પામ્યા છે, અને અનંતા પામશે. અભવ્ય જીવ તે પ્રાયઃ એ. તીર્થને નજરે પણ ન દેખે. વળી આ અવસર્પિણમાં એ તીર્થ વિશેષપણે પુંડરીક એવે નામે પ્રગટ થશે. ઇત્યાદિક તીર્થને મહિમા કહીને ભગવાને વિહાર કર્યો.
- હવે પુંડરીક પાંચ કેડી સાધુના પરિવાર સહિત ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સોરઠ દેશમાં આવ્યા. તિહાં તેમને વાંદવાને અનેક રાજા, શેઠ, સેનાપતિ પ્રમુખ ઘણા લોકો આવ્યા. ગુરૂએ પણ યથાયોગ્ય ધર્મદેશના આપી. તે અવનસરમાં કેઈક સ્ત્રી ચિંતાતુર થતી થકી મહાદુઃખી એવી પિતાની વિધવા પુત્રીને સાથે લઈને તિહાં આવી. પંડરીકા ગણધરને નમસ્કાર કરી અવસર પામી પૂછવા લાગી કે હે મહારાજ ! આ કન્યાએ પૂર્વભવમાં શું પાપ કર્યું હશે, કે જે થકી એને વિવાહ કરતાં હાથ મળાવવાની વખતે જ એને ભરતાર મરણ પામ્યા? એવું પૂછે થકે ચાર જ્ઞાનના ધરનાર ગણધરછ કહેવા લાગ્યા કે હે મહાનુભાવ! અશુભ કર્મનું અશુભ જ ફળ થાય. સર્વ જીવ પિતાનાં પૂર્વકૃત શુભાશુભ કર્મનાં જ ફળ પામે છે. પરંતુ બીજા તે નિમિત્તે . માત્ર છે, માટે એના પૂર્વના ભવને હું કહું છું તે સાંભળીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org