________________
પ્રભુની સમીપ જાય છે, તેવામાં પ્રભુ આગળ. દેવદુંદુભિને વનિ થાય છે, તે સાંભળી માતા મરૂદેવાજીએ હર્ષવંત થઈ પૂછ્યું જે-હે પુત્ર! એ વાજિંત્ર ધ્વનિ ક્યાં થાય છે?તે વારે ભરતે કહ્યું “હે માતાજી! તમારા પુત્રની આગળ વનિ થાય છે. વળી આ તમારા પુત્રની ત્રણ ગઢ પ્રમુખની રચના આદિક અદ્ધિ તો જુઓ! એવાં ભરતનાં વચન સાંભળીને તે દેખવા માટે મરૂદેવાજી પિતાની આંખેને મસળવા લાગ્યાં. તેમાંથી હર્ષનાં આંસુ આવ્યાં તેથી આંખનાં પડલ ઉતરી ગયાં. તે વારે સમવસરણની શોભા દીઠી, પણ પુત્ર તે માતાને બેલાવતા નથી, તેથી વૈરાગ્ય પામી ક્ષપકશ્રેણી આરહણ કરી કેવલજ્ઞાન પામી તત્કાલ તે મોક્ષે પહતાં. તે વારે ભરત રાજા માતાના શરીરને ક્ષીરસમુદ્રમાં પરઠવી શોક નિવારીને ભગવાન પાસે જઈ પંચાભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા દઈ વિધિએ વંદના કરી યથાયોગ્ય સ્થાનકે બેઠા. તિહાં ભગવાને ધર્મોપદેશ દીધે. તે સાંભળી ભરત રાજાએ શ્રાવકને ધર્મ આદર્યો, અને ભરતના પુત્ર જે ઋષભસેન તેનું જ બીજું નામ પુંડરીક. તેણે ઘણા પુત્ર પિત્રાદિક સાથે ચારિત્ર લીધું. ભગવાને ચતુર્વિધ સંઘની
સ્થાપના કરી, ચોરાશી ગણધર સ્થાપ્યા, તેમાં પ્રથમ ગણધર શ્રી પુંડરીકજીને થાપ્યા.
- હવે પુંડરીક ગણધર શ્રી રાષભદેવજીની સાથે શુદ્ધ ચારિત્ર પાલતા વિચરે છે, કેટલાક કાલ પછી ભગવાન સર્વે પરિવાર સહિત શ્રીસિદ્ધાચલનાથે રાયણવૃક્ષ તો સમાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org