________________
દેવવંદનમાલા વિનમિને રાજ્ય આપવું ભૂલી ગયા પછી કેટલેક દિવસે જે વારે તે પરદેશથી ફરી આવ્યા. તે વખતે ભરતને પૂછવા લાગ્યા - કે આપણા પિતા ક્યાં ગયા છે? એમ પૂછવાથી તેમને ભરતે ઉત્તર આપે કે આપણા પિતાએ દીક્ષા લીધી છે, માટે તમે હવે મારી સેવા કરે અને હું તમને કેઈક દેશનું રાજ્ય આપીશ. પણ તેમણે ભારતની કહેલી વાત ન માની અને રાજ્ય લેવા સારૂ ભગવાન પાસે આવ્યા. તિહાં ભગવાન જિહાં જિહાં વિચરે, તે તે સ્થાનકે કાંટા, કાંકરા વેગળા કરી ભૂમિ શુદ્ધ કરે તથા ભગવાન જે વારે કાઉસગ્ગ ધ્યાને ઊભા રહે, તે વારે તેના ઉપરથી ડાંસ, મચ્છર ઉડાડે અને પ્રભાતમાં, સંધ્યાકાલમાં ભગવાનને વાંકીને વિનંતિ કરે કે મહારાજ ! અમને રાજ્ય આપે. એમ નમિ-વિનમિ ભગવંતની પાછળ વિચરે છે. એકદમ ધરણંદ્ર ભગવાનને વાંદવા આવ્યા. તેણે નમિ-વિનમિને સેવા કરતા જોઈને તેમની ઉપર પ્રસન્ન થઈ અડતાલીશ હજાર સિદ્ધવિદ્યા આપી. સેલ વિદ્યાદેવીઓનું આરાધન બતાવ્યું અને વૈતાઢય પર્વતની દક્ષિણ મેખલાએ રથનુપુર ચક્રવાલ પ્રમુખ પચાસ નગર વસાવી આપ્યાં તથા ઉત્તર મેખલાને વિષે ગગનવલ્લભ પ્રમુખ સાઠ નગર વસાવી આપ્યાં તથા વિદ્યાને મળે કરી તિહાં લેકની વસ્તી પણ કરી આપી. પછી તે દિશાને લિ નમિ અને વિનમિ એ બેઉ ભાઈ રાજ્ય પાળવા લાગ્યા.
તે બે ભાઈપિતતાના પુત્રને રાજ્ય માટે સ્થાપી પિતે સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરી શ્રી વિમલાચલતી આવી શ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org