________________
છે ચૈત્રી પૂનમની કથા છે
तीर्थराजं नमस्कृत्य, श्री सिद्धाचलसंज्ञकम् । चैत्रशुक्लपूर्णिमायाः, व्याख्यानं क्रियते मया ॥
અર્થ --અહે ભવ્ય ! શ્રી સિદ્ધાચલ નામે તીર્થાધિરાજ પ્રત્યે નમસ્કાર કરી ચૈત્ર સુદિ પૂર્ણિમાનું વખાણ લખું છું. સર્વ પૂર્ણિમા મધ્યે ચૈત્રી પૂનમ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારી છે. કારણ કે શ્રી વિમલાચલ તીર્થને વિષે અનેક વિદ્યાધર ચક્રવતી આદિ મોટા પુરૂષ સિદ્ધિને પામ્યા છે. વળી શ્રી ઋષભદેવજીના બે પુત્ર નમિ અને વિનમિ મોક્ષગતિ પામ્યા છે, તથા શ્રી સિદ્ધાચલને વિષે 2ષભદેવસ્વામીના પ્રથમ ગણધર જે શ્રી પુંડરીક નામે મુનીશ્વર, તે ચૈત્રી પૂનમને દિવસે પાંચ કેડી સાધુના પરિવારે મેક્ષે પહોંચ્યા છે માટે પૂનમને દિવસ સર્વમાં શ્રેટ કહ્યો છે તેથી એ દિવસને ઉત્તમ પર્વ જાણીને તેનું આરાધન કરવું. હાં પ્રથમ-નમિ-વિનમિને સંબંધ કહીને પછી શ્રી પુંડરીક ગણધરજીને સંબંધ કહીશું. * અધ્યા નગરીનું રાજ્ય ભરતને આપી અને તક્ષશિલાનું રાજ્ય બાહુબલને આપી તથા બીજા પુત્રને યથાયોગ્ય દેશનું રાજ્ય આપી શ્રી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી, પણ તે વખતે નમિ અને વિનમિ કેઈ કાર્ય નિમિત્તે દેશાંતર ગયા હતા, તેથી ભગવાન પણ નમિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org