________________
૨૫
ચોમાસી કથા જીતવાને સારે લાગે છે એવું જાણીને ગુજરાત તરફ પ્રયાણ કર્યું. પોતાના ચરના મુખથી આ હકીકતને જાણીને ચિન્તાતુર રાજા પ્રધાનને સાથે લઈને ગુરૂ પાસે આવ્યો. ગુરૂને વંદન કરીને હકીકત જણાવીને કહ્યું કે “જે હું તેની સામે જતો નથી તે તે દેશને લૂંટશે. તેથી લોકોને પીડા થશે. તેમજ ધર્મની નિંદા થશે ને સામે જાઉં તે નિયમનો ભંગ થાય છે.”
રાજાનાં વચન સાંભળી ગુરૂએ કહ્યું કે “તમે લગાર પણ ચિન્તા કરશો નહિ કારણ કે તમારે આરાધે ધર્મ જ તમને સહાય કરશે.” એ પ્રમાણે રાજાને આશ્વાસન આપી પદ્માસન કરીને બેઠેલા ગુરૂ કાંઈક ધ્યાન કરવા લાગ્યા. એક મુહૂર્ત પછી આકાશ માર્ગે સૂતેલા મનુષ્ય સાથે એક પલંગ ગુરૂ પાસે આવ્યું. આ પલંગ કેને છે એ પ્રશ્ન રાજાએ કર્યો. ત્યારે ગુરૂએ સત્ય જણાવ્યું. તેવામાં ઉંઘમાંથી એકદમ જાગેલે તે ગઝનીને રાજા વિચારવા લાગ્યું કે “તે મારૂં સ્થાન ક્યાં? સૈન્ય ક્યાં? આ ધ્યાન કરનાર કેણ? આ રાજા કેણ?” વિચારમાં પડેલા તેને ગુરૂએ કહ્યું કે “હે શકેશ ! (શક જાતિના લશ્કરને અધિપતિ હેવાથી) શે વિચાર કરે છે? પૃથ્વી ઉપર પિતાના ધર્મનું એક છત્રે રાજ્ય કરતા જે રાજાને દેવે પણ સહાય કરે છે તે ધર્માત્મા
ગુર્જરેશ્વરના શરણને તમે અંગીકાર કરો.” | સૂરીશ્વરનાં ઉપરનાં વચને સાંભળી નિઃસહાય તે મગનીપતિએ ભય, ચિત્તા અને લવાજાથી સૂરીશ્વરને પ્રણામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org