________________
દેવવંદનમાલા સર્વ દિશાઓમાં જવાને નિષેધ કર્યો છે. કહ્યું છે કે વર્ષો તુમાં સર્વ જીવેની દયા માટે એક સ્થાનકે રહેવું.”
પ્રથમ બાવીસમા શ્રી નેમિનાથના ઉપદેશથી કૃષ્ણ મહારાજાએ ચૌમાસીમાં દ્વારકાની બહાર નહિ નીકળવાને નિયમ ગ્રહણ કર્યો હતે. તેવી જ રીતે કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજીની પાસે ગુર્જરેશ્વર કુમારપાળે પણ આષાઢ માસામાં નગર બહાર નહિ જવાને નિયમ લીધું હતું. તેને ટૂંક સાર આ પ્રમાણે આષાઢમાસામાં સંકટ આવ્યા છતાં વ્રત નહિ મૂનાર
કુમારપાળ નરેશની કથાને સાર.
એક વાર પાટણ નગરમાં માસું રહેલા શ્રી હેમચંદ્ર સૂરીશ્વરે કુમારપાળ રાજાની આગળ છઠા દિગૃવિરમણ વ્રતનું વર્ણન કરતાં જણાવ્યું કે “વિવેકી પુરૂએ જીવદયાના પાલન માટે છક્ડા વ્રતનું ગ્રહણ કરવું જોઈએ, તેમાં પણ વર્ષા ઋતુમાં તે અવશ્ય ગ્રહણ કરવું જોઈએ. ગુરૂનાં વચન સાંભળીને કુમારપાળ ભૂપાળે પણ ગુરૂ પાસે નિયમ ગ્રહણ કર્યો કે નગરમાં સર્વ ચૈત્યને વંદન તથા ગુરૂને વંદન કરવા સિવાય નગરમાં પણ ચોમાસાની અંદર હું ફરીશ નહિ. - કુમારપાળે ગ્રહણ કરેલ નિયમની વાત બધે ફેલાઈ ગઈ. તે અભિગ્રહની તથા ગુજરાતની સમૃદ્ધિની વાત ચરના ૪ મુખથી સાંભળીને ગઝનીના રાજાએ ગુજરાત દેશ
૪ ગુપ્તચર, બાતમીદાર. . . .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org