________________
ચૌમાસી ક્યા
ચૌમાસીની કથા વર્ષની આદિમાં કારતક માસમાં આવતા જ્ઞાનપંચમી પર્વની કથા આગળ જણાવ્યા મુજબ કહી. ત્યાર પછી કારતક માસમાં સુદ ચૌદસે માસી ચતુર્દશી (ચૌદશ) આવે છે. માટે હવે ચોમાસા દેવવંદન કહેવાને અવસર હેવાથી શરૂઆતમાં ચૌમાસીની કથાને સર ટૂંકાણમાં કહું છું..
વર્ષમાં ત્રણ ચમાસી આવે છે. કારતકી ચૌમાસી, ફાગણ ચૌમાસી અને આષાઢ ચૌમાસી, ત્રણ ચૌમાસીમાં પણ આષાઢ ચૌમાસીમાં વ્રતધારી શ્રાવક જણે બાર વ્રત ગ્રહણ કર્યા હોય તેમાં પાંચમું વ્રત અંગીકાર કર્યું હોય તેણે દરેક ચૌમાસીમાં તેના નિયમોને સંક્ષેપ કરો. જેણે તે વ્રત અંગીકાર ન કર્યું હોય તેવા શ્રાવકે પણ દર ચોમાસામાં અમુક અભિગ્રહો સ્વીકારવા જોઈએ. તેમાં પણ આષાઢ ચોમાસામાં (વર્ષ ચાતુર્માસીમાં) વિશેષતાથી વિધિ પૂર્વક ગ્રહણ કરવા જોઈએ.
વર્ષા ઋતુમાં હળથી ખેતર ખેડવું, ગાડા ચલાવવાં વગેરેને ત્યાગ કરે, કારણકે આ ચૌમાસામાં વર્ષાદને લીધે અનેક વનસ્પતિઓ તથા અનેક પ્રકારના વિકસેન્દ્રિય છ તથા દેડકાં વિગેરે પંચેંદ્રિય જીવની ઉત્પત્તિ થાય છે તેથી ઉપરની ક્રિયાઓથી ઘણું જીવહિંસા થાય છે. આજીવિકા નિમિત્ત ખેતીને ત્યાગ ન બને તે પણ એકાદ ખેતરથી અધિક ખેતર ખેડવાને નિયમ કરવું. આ કાળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org