________________
દેવવંદનમાલા
કરનારને ૧૫૦ ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફલને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ. આ તિથિની આરાધના કરનાર સુર શેઠની કથા ટૂંકાણમાં અહિં કહેવાય છે.
" એક વાર બાવીશમા શ્રીનેમિ પ્રભુ દ્વારિકા નગરીમાં સમેસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા. પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી. દેશનાને અંતે કૃષ્ણ પૂછ્યું કે “હે ભગવન્! વર્ષના ૩૬૦ દિવસમાં એ ક ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું ડું પણું વ્રતાદિ તપ ઘણું ફળ આપે?” જવાબમાં પ્રભુએ જણાવ્યું કે “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીને દિવસ સવ પર્વેમાં ઉત્તમ છે કારણ કે તે દિવસે ત્રણ વીસીના તીર્થંકરાના ૧૫૦ કલ્યાણક આવે છે. તે આ પ્રમાણે – આ ભરત ક્ષેત્રમાં વર્તમાન વીસીમાં આ દિવસે ૧ અઢારમા શ્રી અરનાથ “પ્રભુની દીક્ષા થઈ છે. ૨ એકવીસમા નમિનાથને કેવલજ્ઞાન થયું છે, ૩ ઓગણીસમા શ્રી મલ્લીનાથને જન્મ થયો છે. ૪-૫ તેમની દીક્ષા તથા કેવલજ્ઞાન પણ તેજ દિવસે થયાં છે. એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં પાંચ કલ્યાણક થયાં છે. એ પ્રમાણે કુલ પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરવતક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક થયા હોવાથી પ૦ થયા. આ પ્રમાણે વર્તમાન ચોવીસીના ૫૦ થયા છે. તે પ્રમાણે રાતીત (ગએલી) ચોવીસીમાં ૫૦ થયા છે. અને અનગત (આવતી ચોવીસીમાં પણ ૫૦ થશે. તેથી કુલ દોરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org