________________
મૌન એકાદશીની કથા
૧પ પંચમી પણ કહે છે. આ બંનેની બેધદાયક કથા વાંચીનેભવ્ય જ્ઞાનપંચમીની આરાધનામાં ઉદ્યમી બને!! મોન એકાદશીના દેવવંદનના રચનાર
પં૦ રૂપવિજયજી. આમનું જન્મ સ્થાન તેમજ માત પિતા વગેરેની બીના પ્રાપ્ત થતી નથી. પરંતુ તેમને દીક્ષા પર્યાય લગભગ પચાસ વર્ષને હશે. કારણ કે તેમના ગુરૂ સં. ૧૮૬૨ના ચૈત્ર સુદ પાંચમના દિવસે સ્વર્ગવાસી થયા છે. અને તેઓશ્રી સં. ૧૯૦૫માં સ્વર્ગવાસી થયા છે. તેઓએ સ્નાત્રપૂજા, પંચકલ્યાણક પૂજા, પંચજ્ઞાન પૂજા, પીસ્તાલીસ આગમ પૂજા, વીસ સ્થાનક પૂજા વગેરે અનેક કૃતિઓ બનાવી છે. વળી, પૃથ્વીચંદ્ર ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગદ્યમાં બનાવ્યું છે. તેમજ તેઓશ્રીને ૫૦ કીર્તિવિજય ગણિ, ૫૦ અમીવિજય ગણિ, ૫૦ ઉદ્યોતવિજય, મેહન વિજય (લટકાળા) વિગેરે શિષ્ય હતા. આજે વિજ્ય પદને શોભાવનારા ઘણા ખરા મુનિએ પ્રાયઃ તેઓશ્રીની પરંપરાના છે. તેઓશ્રી સંબંધી. વિશેષ હકીકત પ્રાપ્ત થઈ નથી.
મૌન એકાદશીની કથા. ચૌમાસી ચૌદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે, આ દિવસે - ત્રણ વીસીએનાં તીર્થકરના ૧૫૦ કલ્યાણક થયાં છે. - તેથી આ દિવસ એ શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org