________________
-
દેવનાગદાણા ઉપદેશ આપતાં જણાવ્યું કે “હે ભવ્ય છે. તમે જ્ઞાન પંચમીની આરાધના વરદત્તની જેમ વિધિ પૂર્વક કરા.. પ્રભુનાં વચન સાંભળી રાજાએ વરદત્તને વૃત્તાંત પૂછો, તે વખતે પ્રભુએ વરદત્તને (શરસેનના પૂર્વ ભવને) સ . વૃત્તાંત કહીને જ્ઞાન પંચમીનું વિશેષ માહદમ્ય જણાવ્યું તેથી ઘણું લેકેએ પંચમીનું તપ અંગીકાર કર્યું. શૂરસેન રાજાએ પણ દશ હજાર વર્ષ સુધી રાજ્ય સુખ ભેગવીને અનેક પુણ્ય કાર્યો કરીને પ્રભુ પાસે દીક્ષા લીધી. એક હજાર વર્ષ ચારિત્ર પાળીને કેવલજ્ઞાન પામી તેઓ મોક્ષે ગયા. ' હવે દેવલોકમાં ગયેલ ગુણમંજરીને જીવ આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચ્યવને જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉમા નામની વિજ્યમાં શુભા નામની નગરીમાં અમરસિંહ રાજાની અમરાવતી રાણીની કુક્ષમાં પુત્રપણે ઉત્પન્ન થયે. એગ્ય સમયે જન્મેલા તે પુત્રનું સુગ્રીવ નામ પાડયું. વીસ વર્ષની ઉંમર થયે સુગ્રીવને રાજ્ય સેંપી પિતાએ દીક્ષા લીધી. સુગ્રીવ રાજા ઘણુ રાજ કન્યાઓ પરણ્યા. તેમને અનેક પુત્રો થયા, તેમાં મોટા પુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી. કેવલજ્ઞાન પામી ભવ્ય જીવોને બેધ પમાડતાં એક લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી સર્વ કમરને ક્ષય કરી મોક્ષે ગયા.
એ પ્રમાણે વરદત્ત અને ગુણમંજરી બને જણા જ્ઞાનપંચમીની આરાધના કરીને મોક્ષે ગયા. આ જ્ઞાનપંચમીની તમારાધનાથી સૌભાગ્યની વૃદ્ધિ થતી હોવાથી એને સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org