________________
જ્ઞાનપંચમીની કથા
૧૩
નાશ પામ્યા. શરીર સુંદર થયું. જ્ઞાનાવરણીય કર્મને સારે ક્ષપશમ થવાથી તે સઘળી કળા શીખે. તથા અનેક રાજકન્યાઓ પર. રાજાએ વરદત્તને રાજ્ય સોંપી ચારિત્ર લીધું. વરદત્ત પણ લાંબે કાળ રાજ્યનું પાલન કર્યું. દરેક વર્ષે ઉત્સાહ પૂર્વક વિધિ સાથે પંચમીનું આરાધન કરતાં છેવટે પુત્રને રાજ્ય સોંપી વફ્ટર કુમારે પણ દીક્ષી લીધી.
આ તરફ ગુણમંજરીના મહારગે પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા, તેથી તે અતિ રૂપવતી થઈ. તે મોટા ઉત્સવ પૂર્વક જિનચન્દ્ર સાથે પરણું. તેણે પણ તપનું આરાધન કરી લાંબે કાળ ગૃહનું સુખ જોગવી ચારિત્ર ગ્રહણ કર્યું. એ પ્રમાણે વરદત્તે તથા ગુણમંજરીએ ચારિત્રનું અતિચાર રહિત લાંબા કાળ સુધી આરાધન કર્યું. તે કાળ કરીને તે બંને વજયન્ત નામના અનુત્તરવાસી વિમાનમાં દેવ થયા.
ત્યાંથી આયુષ્ય પૂરું કરીને વીને વરદત્તને જીવ જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજ્યમાં પુંડરિણિી નગરીમાં અમરસેન રાજાની ગુણવતી રાણીની કૂખને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. પૂર્ણ કાલે ઉત્તમ લક્ષણવાળા પુત્રને રાણીએ જન્મ આપ્યું. તેનું શુરસેન નામ પાડયું. અનુક્રમે સર્વ કળા ભણીને યુવાવસ્થાને પામ્યા. અનેક કન્યાઓ પરણ્ય. ત્યાર પછી પિતા પુત્રને રાજ્ય સેંપીને પરલેકમાં ગયા. શ્રી સીમન્વરસ્વામી વિહાર કરતાં એક વાર તે નગરમાં સમેસર્યા. પ્રભુનું આગમન સાંભળીને રાજા વંદન કરવા ગયા. વાંદીને બેઠા તે વખતે શ્રી જિનેશ્વર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org