________________
૧૨
|
દેવવંદનમાલા
“આવું. વિચારીને મનમાં નક્કી ક્યું કે હવેથી કેઈને ભણાવીશ નહિ. પૂર્વનું ભણેલું ભૂલી જઈશ. નવું ભણશ નહિ. ત્યાર પછી બાર દિવસ મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્રધ્યાનમાં પાપની આલોચના કર્યા સિવાય મરીને તે વસુદેવ સૂરિ તમારા પુત્ર થયા છે. પૂર્વ ભવમાં બાંધેલ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તે અત્યંત મૂર્ખ અને કુષ્ટ રેગી થયેલ છે. મોટે ભાઈ વસુસાર મારીને માનસ સરોવરમાં હંસ થયે છે. કર્મની વિચિત્ર ગતિ છે.”
ઉપર પ્રમાણેનાં ગુરૂનાં પિતાના પૂર્વ ભવને જણાવનારાં વચન સાંભળીને વરદત્ત કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ક્ષણે માત્ર મૂછ પામીને સ્વસ્થ થઈને કુમારે ગુરૂને કહ્યું કે ગુરૂનું વચન સત્ય છે.'
રાજાએ ગુરૂને પૂછયું કે “આ કુમારના શરીરના રે ક્યારે નાશ પામશે? અને અમને શાંતિ ક્યારે મળશે તે કૃપા કરીને જણાવે.” ત્યારે દયાળુ ગુરૂ મહારાજે કહ્યું કે તપના પ્રભાવથી રેગે નાશ પામશે અને સંપત્તિની પ્રાપ્તિ થશે. કારણ કે કહ્યું છે કે “તપના પ્રભાવથી જે દૂર હેય, જે દુઃખે આરાધાય તેવું હોય તે સઘળું તપ વડે સાધ્ય બને છે.” ગુરૂએ વરદત્ત કુમારને પણ જ્ઞાનપંચમીને તપ કરવાનું કહ્યું. કુમારે પણ તે તપ કરવાનું ગુરૂ પાસે અંગીકાર કર્યું. રાજા રાણી અને બીજા લેકેએ પણ તે ત૫ કરવાનું અંગીકાર કર્યું ત્યાર પછી સર્વે સ્વસ્થાને ગયા. *. વિધિપૂર્વક ચમીનું તપ કરતા કુમારના સર્વે સંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org