________________
જ્ઞાનપંચમીની કથા
આજ્ઞા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાં નાના ભાઈ વસુદેવ બુદ્ધિશાળી હવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતાં ઘણા સિદ્ધાન્તના પારગામી થયા.ગ્ય જાણીને ગુરૂએ પણ તેમને આચાર્યપદ આપ્યું. વસુદેવસૂરિ દરરોજ પાંચસે સાધુઓને વાચના આપતા હતા.”
“એક વખત વસુદેવસૂરિ સંથારામાં સૂતા હતા. તે વખતે એક સાધુ આગમન અર્થ પૂછવા આવ્યા. તેમને તેને અર્થ જલદી સમજાવ્યું. તે મુનિના ગયા પછી બીજા મુનિ સંદેહ પૂછવા આવ્યા. તેમનું સમાધાન કર્યું તેવામાં ત્રીજા સાધુ આવ્યા. એ પ્રમાણે અનેક સાધુઓ આવ્યા ને પૂછીને ગયા.
આથી કંટાળેલા ગુરૂના મનમાં એવો કુવિકલ્પ આવ્યું કે મારે માટે ભાઈ કાંઈ ભણ્યા નથી તેથી તે કૃતાર્થ અને સુખી છે. તેને નિરાંતે ઊંઘવાનું મળે છે. તે મૂર્ખ હેવાથી તેને કોઈ પૂછતું નથી, તેથી કઈ પ્રકારની માથાફોડ તેમને નથી. તે મરજી મૂજબ ખાય છે અને ચિત્તની શાંતિમાં રહે છે, આવું મૂર્ખાપણું મને પણ મળે તે ઘણું સારું, કારણ કે મૂર્ણપણામાં મુખ્ય આઠ ગુણે રહેલા છે-મૂખ ૧નિશ્ચિત હોય છે. ૨ ઘણું ખાઈ શકે છે. ૩ લજા રહિત મનવાળો હોય છે. ૪ રાત દિવસ સૂઈ રહે છે. ૫ કાર્યાકાર્યની વિચારણામાં આંધળે અને બહેરે દેય છે. ૬ માન અને અપમાનમાં સમાન હોય છે. ૭ રાગ રહિત હોય છે. ૮ મજબૂત શરીરવાળો હોય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org