________________
૧૦
દેવવંદનમાલા પણ છે કે કારતક સુદ પાંચમથી આરંભી દરેક માસની સુદ પાંચમે ઉપરની વિધિ કરવી. એ પ્રમાણે પાંચ વરસ અને પાંચ માસ કરે તે આ તપ પૂરો થાય. આ દિવસે પૌષધ કર્યો હોય તે પારણાને દિવસે વિધિ કરવી. તપ પૂરો થાય ત્યારે યથાશક્તિ પાંચ જ્ઞાનનું ઉઘાપન (ઉજમણું) કરવું.” ગુરૂનાં વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાન પંચમીનું આરાધન કરવાનું ગુરૂ પાસે સ્વીકાર્યું. અને તેણે ત્યાર પછી તેનું વિધિપૂર્વક પાલન કર્યું.
તે વખતે અજિતસેન રાજાએ પણ ગુરૂ મહારાજને પૂછયું કે “હે ગુરૂ મહારાજ આ મારે પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શક્તો નથી તથા કેટના રોગથી પીડા પામે છે તેનું શું કારણ હશે તે કૃપા કરી જણાવે.” ગુરૂ મહારાજે પણ કહ્યું કે હે રાજન ! તમારા પુત્રની આવી -દશા શાથી થઈ તે માટે તેને પૂર્વ ભવ સાંભળે –
“આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં શ્રીપુર નામે નગરમાં વસુદેવ નામે શેઠ રહેતા હતા. તેને વસુસાર અને વસુદેવ નામે બે પુત્રો હતા. યુવાવસ્થામાં આવેલા તે બંને એક વાર ક્રીડા કરવાને વનમાં ગયા. ત્યાં શ્રી મુનિસુંદર નામના સૂરીશ્વરને જોઈને તે બંનેએ તેમને વંદન કર્યું. ગુરૂએ પણ તેમને ધર્મોપદેશ આપે. તેમાં આ ઔદારિક શરીરની નશ્વરતા (નાશ પામવાપણું) જણાવી, આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લે તેજ એક સાર છે.”
“ઝુરૂની દેશનાથી બેધ પામીને તે બંને ભાઈઓએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org