________________
જ્ઞાનપંચમીની કથા
પથરા માર્યાં. મમ સ્થાને વાગવાથી તે સુ ંદરી મરણ પામી. ત્યાંથી મરીને તે સુંદરી તમારી ગુણમંજરી નામે પુત્રી થઈ છે. પૂર્વ ભવમાં જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં મૂંગી અને રાગી થઈ છે. માટે જ કહ્યુ` છે કે કરેલાં ક્રમે ના લાગવ્યા સિવાય નાશ થતા નથી.”
ગુરૂના ઉપદેશ સાંભળી ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે ગુરૂએ કહ્યા પ્રમાણેના પેાતાના પૂર્વ ભવ જોયે. તેથી ગુરૂને કહ્યુ કે “ હે ગુરૂજી! તમારૂ કહેવુ. સાચું છે. ત્યાર પછી શેઠે ગુરૂને પૂછ્યુ કે “ મારી પુત્રી નીરાગી થાય તેવા કાંઈ ઉપાય જણાવેા.” ત્યારે ગુરૂએ કહ્યું કે, · જ્ઞાનની આરાધનાથી સુખની પ્રાપ્તિ અને દુઃખના નાશ થાય છે. માટે આ જ્ઞાનપચમી અથવા સૌભાગ્યપંચમીની આરાધના કરવાથી તેના રાગેા નાશ પામશે અને સુખી થશે.” આ પર્વની આરાધના આ પ્રમાણે કરવી :–
“ કારતક માસની સુદ પંચમીએ વિધિપૂર્વક ઉપવાસ કરવા. ઊંચા આસને પુસ્તકાદિ જ્ઞાનને સ્થાપન કરી તેની સુગંધિદાર પુષ્પ તથા વાસક્ષેપથી પૂજા કરવી. ધૂપ કરવા. પાંચ દિવેટના દીપક કરવા. પાંચ વણુનાં ધાન્ય, પાંચ પ્રકારના પાન્ન તથા પાંચ જાતિનાં ફળ મૂકીને એકાવન સાથીઆ કરવા. ‘નમા નાણસ્સ ’ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. જ્ઞાનનું ચૈત્યવંદન કરવું. તથા જ્ઞાનની આરાધના માટે ૫૧ લાગસ્સના કાઉસગ્ગ કરવા. આ પ્રમાણે જાવજીવ સુધી કારતક સુદી પાંચમની આરાધના પવી. બીજી રીત એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org