________________
દેવવંદનમાલ મંજરી કયા કર્મથી રેગી તથા મૂંગી થઈ છે?” જવાબમાં ગુરૂએ ગુણમંજરીને પૂર્વભવ નીચે પ્રમાણે કો –
- “ધાતકીખંડના પૂર્વાર્ધમાં ભરતક્ષેત્રમાં ખેટક નામના નગરમાં જિનદેવ નામે ધનવાન શેઠ રહેતું હતું. તેને સુંદરી નામે સ્ત્રીથી પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ. તેઓ ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચ પુત્રને ગુરૂ પાસે ભણવા માટે નિશાળે મૂકયા. તેઓ કાંઈ ભણતા નહિ, પરસ્પર રમત કરતા અને ગુરૂ ઠપકો આપે અથવા શિક્ષા કરે ત્યારે મા પાસે આવીને ગુરૂ તેમને મારે છે એવી ફરીઆદ કરતા. આથી માતા ગુરૂને ઠપકો આપતી અને છોકરાંનાં પુસ્તકે. વિગેરે બાળી નાંખતી. શેઠે આ વાત જાણુને સ્ત્રીને ઠપકે આપતાં કહ્યું કે “પુત્રને અભણ રાખશું તે તેમને કન્યા કોણ આપશે? અને વેપાર કેવી રીતે કરશે?” તે વખતે શેઠાણ બલી કે “તમેજ પુત્રને ભણાને?' કેમ નથી ભણાવતા” અનુક્રમે પુત્રે મોટા થયા. પરંતુ તેમને અભણ જાણું કેઈ કન્યા આપતું નથી. તે વખતે શેઠે સ્ત્રીને કહ્યું કે “તે જ પુત્રોને ભણવા દીધા નહિ તેથી તેમને કઈ કન્યા આપતું નથી.” ત્યારે તે શેઠને વાંક કાઢીને કહેવા લાગી કે “પુત્ર પિતાને સ્વાધીન હોય છે તે તમે તેમને કેમ ભણાવ્યા નહિ?” ઉલટે પોતાને વાંક કાઢતી સ્ત્રી ઉપર ગુસ્સે થયેલા શેઠે કહ્યું કે “હે પાપિણી! પિતાને દેષ છતાં તું મારા સામે કેમ લે છે? તે વખતે તે સ્ત્રી પણ બેલી કે તમારે બાપ પાપી છે. આથી કપિલા શેઠે તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org