________________
o
આરોહિણેયકુમારનું જ કાર્ય છે.
વિવેચન પ્રસ્તુત દુહામાં રાસકાર રોહિણેયકુમાર દ્વારા કોટવાલની થતી ક્ષેતીની ઘટના આલેખે છે. રાસનાયકે કોટવાલને ખીજવી તેનું અપમાન કરવા જે દાવપેચ ખેલ્યા ઘટનાને કવિ સરળ ભાષામાં રસિકરીતે પ્રસ્તુત કરે છે. અહીંરોહિણેયકુમારની ચતુરાઈ અને ચબરાકપણું દેખાય છે.
રોહિણેયકુમારે મહારાજા શ્રેણિકની અશ્વશાળમાંથી એક ઘોટિક જાતિનો તેજસ્વી અશ્વ પસંદ કર્યો. તે અશ્વ લઇ છૂપી રીતે રોહિણેયકુમારે કોટવાલના આંગણામાં બાંધ્યો. ત્યાર પછી કૂટનીતિ અપનાવતાં તેણે રોહણશેઠ બની જાતે જ અશ્વપાલકને ચેતવણી આપતાં કહ્યું, “સાવધાન! હમણાં મેં કોઈ વ્યક્તિને અશ્વની ચોરી કરી અહીંથી જતાં જોયો હતો. તમે અશ્વોની ગણતરી કરો.” અશ્વપાલકે અશ્વશાળામાં જઈ અશ્વોની મોજણી કરી. તેમાં એક અશ્વ ઓછો હતો. અશ્વપાલક ગભરાયો. તેણે તરત જ મહામંત્રી અભયકુમારને બોલાવ્યા. જેમ ચોરને પકડવા પોલીસ ચોરનાં પગલાં અનુસરતાં તેની પાછળ પાછળ જાય છે, તેમ અભયકુમાર અને ચોકીદાર ઘોડાનાં પગલાં અનુસરતાં કોટવાલના ઘરે પહોંચ્યો. કોટવાલને ચોરીના આરોપ હેઠળ બંદીવાન બનાવી મહારાજા સમક્ષ લાવવામાં આવ્યો. મહારાજાએ મૃત્યુદંડની સજા ફરમાવી. કોટવાલને માનહાનીનો સખત પ્રહાર લાગ્યો. તે લોકમાં અપમાનિત થયો. કોટવાલને પોતાનું વિવેકહીન અને છીછરું કાર્ય ભારે પડયું. મહામંત્રીની પ્રખર પ્રજ્ઞાએ તાગ મેળવ્યો કે કોટવાલ નિર્દોષ છે તેથી તેમણે રાજાને સમજાવી કોટવાલને છોડાવ્યો.'
ઢાળ : ૩ નિયતિની પ્રબળતા
| (દેશી લંકામા આવ્યા શ્રી રામ રે) રોહણીઉંમોટો ચોરરે, રાજગૃહીમા પડાવ્યો સોરરે; ચોરી કારણિ ચાલ્યો જ્યારઈરે, દીવુસમોવસરણ વલી ત્યારઈરે .... (૦ર બણિ કોટકનકમઈ દેખઈરે, અશોખવીરખતે ઊંચો પેખઈરે; બઈઠા ત્રગડઈ જીનવરસારરે, મલી ત્યાહ પરષધા બાર રે દેખી રોહણ કરત ઉચાટરે, નહી જાવા દુજી વાટ, કાને આંગલી ઘાલી ધાઈરે, સમોસરણિતલિ તવ જાઈરે રાજગૃહી માતા પિઠો તેહરે, કરી ચોરી નઈ વલઉં જેહરે, નીત્ય આવાગમન કરતો રે, કાને આંગલી સોય ધરતો રે ધસમસતો ચાલ્યો જ્યારઈરે, પગી કાંટો લાગો ત્યારઈરે; કાંટો કાઢ્યો જેસિવાર રે, વીરવચન સુણ્યાતવ સારરે અરથ દેવ ગાથાનો ધરી રે, ઘરિ આવ્યો કુમાર વીચરી રે;
ધન આણી ગફામાહિં ઘાલઈને, કોટવાલિ કાંઈએ ન ચાલઈ રે અર્થ: રોહિણેયકુમાર કુશળ ચોર બન્યો. તેણે રાજગૃહી નગરીમાં ચોરીનો ઉપદ્રવ મચાવ્યો એકવાર તે ચોરી કરવા માટે જઈ રહ્યો હતા ત્યારે તેણે માર્ગમાં સમવસરણ રચાયેલું જોયું. ..૦૨
•.. ૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org