________________
७१
આજે જ્યારે સ્વપ્રશંસાના પડઘમ ગાજી રહ્યાં છે અને પરનિંદાની ફેશન થઈ ગઈ છે; તેવા કાળે ઉપાધ્યાયજીની આ દૃષ્ટિમાનવીને ગમી જાય તો માનવતા મહેકી ઉઠે!
કોટવાલે સ્વપ્રશંસા કરી રોહિણેયકુમારને મૂર્ખ, દુર્બળ, ડરપોક અને કાયર દર્શાવ્યો. રોહિણેયકુમાર પોતાની નિંદાથી દુભાઈ ગયો. તે ઉકળી ઉઠયો. કર્મોનું તોફાન ચાલુ થયું. શાંત પાણીમાં જેમ કાંકરો નાખતાં વમળો કે તરંગો ઉદ્ભવે છે, તેમ અત્યાર સુધી શાંત રહેલા રોહિણેયકુમારના ચિત્તમાં બદલો લેવાની પ્રબળ ભાવના ઉદ્ભવી. તેના હ્રદયમાં કોટવાલ પ્રત્યે હલાહલ વિષ ભર્યું હતું. ‘મૂર્ખને પાઠ ભણાવ્યા વિના તે કદી નહીં સુધરે', એવું વિચારી રાસનાયકે કોટવાલની કુટિલતા નિવારવા એક યોજના ઘડી.
દુહા : ૪ કોટવાલની ફજેતી કથા કઉતગ રોહણ કરઈ, લીધો અશ્વ જ એક; બાધ્યો ઘરિ ડંડી તણઈ, કીધો પછઈ વવેક અસ્વ પાલિકનઈ જઈ કહઈ, સાચવયો હઈ આપ; કો એક લેઈ જાતો હતો, રંખે હોઈ સંતાપ જોતા એક ઘોટિક ઘટયો, કીધો તામ પૂકાર; પગ જુઈ ચોકી તીહા, સાથિં સેઠિ કુમાર તહલાર ઘરિ ચાલી ગયો, દીઠો અશ્વ ત્યાહી; કોટવાલ બાધ્યો તહીં, આણ્યો નરપતિ જયાહિ ઘોડે મારી ઘાલીઉં, લ્યો ડંડી કઈ દામ, અભયકુમાર મુકાવતો, એ રોહણનું કામ રોહિણેયકુમારે એક કૌતુક રચ્યું. તેની કથા કહું છું. તેણે રાજાની અશ્વશાળામાંથી એક (તેજસ્વી) અશ્વ લઈ કોટવાલના પ્રાંગણમાં બાંધ્યો. ત્યાર પછી તેણે એક વિચાર કર્યો.
....69
અર્થ
...૬૦
તેણે અશ્વશાળાના અશ્વપાલકોને જઈ કહ્યું, ‘‘તમે તમારા અશ્વોની સંભાળ રાખજો. મેં અહીંથી કોઈ એક વ્યક્તિને અશ્વને લઈ જતાં જોયો હતો. રખે ! કોઈ આપત્તિ આવે.''
...૬૮ (અશ્વપાલકે તરત જ અશ્વશાળામાં જઈ અશ્વો ગણ્યા.) ત્યારે એક ઘોટિક જાતિનો કસાયેલો અશ્વ ઓછો થયો. અશ્વપાલકે તરત જ ચોરી થવા બદલ મોટેથી બૂમાબૂમ કરી. (તપાસ કરતાં ત્યાં અશ્વનાં પગલાં જોયાં) પગેરું કાઢતાં કાઢતાં રોહિણેયકુમારની સાથે અભયકુમાર પણ ગયા. ...૬૯ તેઓ અશ્વના પગેરુંને અનુસરતા કોટવાલનાં ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે મહારાજા શ્રેણિકની અશ્વશાળાનો અશ્વ જોયો. ચોરીના આરોપ હેઠળ કોટવાલને બંદીવાન બનાવી મહારાજા શ્રેણિકની સમક્ષ (રાજસભામાં) લાવવામાં આવ્યો.
...00
મહારાજા શ્રેણિકે કોટવાલને ચોરનો મળતિયો સમજી આજ્ઞા આપી કે, ‘ કોટવાલને ઘોડાના પગ નીચે કુચલી નાખો (મતાંતરે - વધસ્તંભ પર ચડાવો) તેમજ તેની પાસેથી દંડ વસૂલ કરો.'' મહામંત્રી અભયકુમારે રાજાના કોપથી કોટવાલને બચાવ્યો. બુદ્ધિનિધાન અભયકુમારે જાણી લીધું કે
Jain Education International
For Personal & Private Use Only
૬૦
....૬૮
...૬૯
.... 60
www.jainelibrary.org