________________
on
આસમાને પહોંચ્યો.
ઉપદેશપદ'માં શ્રી ધર્મદાસ ગણિવરે કષાયોને રાક્ષસની ઉપમા આપી છે.
*कोहोमाणो माया लोहोरइय अरइय।
सोगो भयंदुगंछा पच्चक्खकली इमे सव्वे ।। અર્થ શોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. આ બધા કર્મો પ્રત્યક્ષ સ્વરૂપમાં કલિ (રાક્ષસ) છે. તે તોફાન મચાવે છે.
અગ્નિ જેમ ઈંધનથી પ્રજ્વલિત બને છે, તેમ ઉપરોક્ત કષાયો નિમિત્ત મળતાં વધુ પ્રદિપ્તા થાય છે. અંધે જાયા અંધા”નું મહેણું મારનારદ્રૌપદીના ગર્વિષ્ટવેણે મહાભારત રચાયું.
દશવૈકાલિક સૂત્ર કહે છે, ક્રોધાદિ કષાયો પર નિયંત્રણ ન લેવાય તો તે આત્માના જીવલેણ શત્રુ બને છે. દેહથી આત્માનું છૂટવું એ તો દ્રવ્યમૃત્યુ છે પરંતુ રાગ-દ્વેષ કરી ચૈતન્ય ગુણોને હણવા એ ભાવ મૃત્યુ છે.
સાપ નામનું પ્રાણી અત્યંત ક્રોધી ગણાય છે. તે પણ નિમિત્ત ન મળે તો સાવ શાન્તા અવસ્થામાં જોવા મળે છે. હા, નિમિત્તની કાંકરી અડી કે તરત તેનો ક્રોધ ઉછળી પડે છે. રોહિણેય કુમારની નિમિત્ત મળતાં સમતાખંડિત થઈ. મોહનીય કર્મે ભયંકર ઉછાળો માર્યો.
જેમણે સમતારૂપી બખ્તર પહેર્યું હોય તેમને કોઈ પ્રશંસે કે અપમાન કરે તેથી તેમની સમાધિ તૂટતી નથી. સમતા મોહતિમિરને હણનારી દિવ્ય ઔષધિ છે. તેનાથી મોહાંધતાનાશ પામે છે.
સામાન્ય માનવીનું ચિત્ત એક ક્ષણ માટે પણ રાગ-દ્વેષની પરિણતિ વિનાનું રહેતું નથી. સમતાને ખંડિત કરે છે સ્વપ્રશંસા અને પરનિંદા!
“જ્ઞાનસાર ગ્રંથ'માંપૂ. યશોવિજયજી મ. સુંદર વાત કહે છેઃ
"आलम्बिता हिताय स्युः परेःस्वगुणरश्मयः
अहो स्वयं गृहीतास्तुपातयन्ति भवोदधौ ।। અર્થ: ગુણ એક એવું દોરડું છે, તેને પારકો ગ્રહણ કરે તો ઉપર ચડી શકે છે પણ આપણા ગુણોને આપણે જ ગ્રહણ કરીએ (ગાઈએ)તો આ દોરડુપતનનું નિમિત્ત બને છે.
સ્વપ્રશંસા સાથે બીજાની હલકાઈ બતાવવાની વૃત્તિ રહેલી છે. તેનાથી પુણ્ય ક્ષીણ થાય છે, ગુણોની વૃદ્ધિ સ્થગિત થાય છે અને દોષો તરફ ઉપેક્ષા ભાવ સેવાય છે. જે સાધક સ્વદોષદર્શન અને પરગુણાનુવાદ કરે છે તે આરૌદ્ર સંસારતરી જાય છે.
વાચક ઉમાસ્વાતિજીએ આત્મપ્રશંસાનું કટુફળ બતાવતાં કહ્યું છે:
आत्मोत्कर्षाच्च बध्यते कर्म नीचेर्गोत्रं ।
प्रतिभवमनेकभवकोटि दुर्मोचम् ।। અર્થ: આત્મપ્રશંસાથી નીચગોત્ર કર્મ બંધાય છે, જે કરોડો ભવોએ પણ છૂટતાં નથી. ભગવાન મહાવીર સ્વામીના સાધના કાળના માનેલ શિષ્ય ગોશાલકે સ્વપ્રશંસા અને તીર્થંકર પરમાત્માની નિંદા કરી અનંત સંસાર વધાર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org