________________
જેમ મેરૂપર્વતને ત્રાજવાથી તોળવો અઘરો છે, તેમ રાગ-દ્વેષ રૂપી મોહને નાથવો અઘરો છે. મોહરૂપી અજગરે રાસનાયકને પોતાના સંકજામાં લઈ ભરડો લીધો. સુસંસ્કારોનું દફન થયું. કુસંસ્કારોનો રાફડો ફાટ્યો.
લોકો સાથે સ્વાભાવિક રીતે વાતો કરતાં કરતાં રોહિણેયકુમાર કોને ત્યાં કેટલું ધન છે, તે જાણી લેતો. તેનો વાતો કરવાનો ઢગ સ્વાભાવિક હોવાથી કોઈને તેના પ્રત્યે લેશમાત્ર શંકા ન થતી. જુઠું તો એવું બોલતો કે સત્ય પણ શરમાઈ જાય. તે રાજગૃહી નગરીના લોકો માટે સિર દર્દ સમાન હતો. લોકો ભયથી ફફડતા હતા. ભલે તે ધનનો લૂંટારો હતો પરંતુ સ્ત્રી માત્રનો રક્ષક હતો. દુર્ગુણ સાથે તેનામાં એક મોટો સદગુણ ઉતર્યો હતો.
આજ દિવસ સુધી કોઈએ તેને જોયો ન હતો. લોકો તેના રૂપની કલ્પનાઓ કરતા. કોઈ તેને દાઢીવાળો સમજતા, કોઈ તેને વિકરાળ રૂપવાળો કહેતા પરંતુરોહિણેયકુમાર રૂપમાં સુંદર અને યુવાન વયનો હતો. તેના આતંકથી ધનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે મગધના રાજકોષને પોતાના પિતાની જાગીર સમજતો હતો. નગરરક્ષકો પણ તેનો વાળ વાંકો ન કરી શક્યા. આરક્ષણ દળ પણ જાણી શક્યું નહીં કે તે માનવ છે કે કોઈ વિદ્યાધર?
રોહિણેયકુમાર ક્યારે આવતો અને ક્યારે પલાયન થઈ જતો તેની જાણ કોઈને ન થતી. તે અદશ્ય બની ચોરી કરી ચાલ્યો જતો. લોકો પાછળથી ચોરી થવાથી બૂમરાણ મચાવતા. તે વેશ પરિવર્તન કરી રાત્રિના સમયે છુપાઈને ખાતર પાડી રાજસેવકોને બેવકૂફ બનાવતો અને દિવસે શ્રેષ્ઠીવર્યનું રૂપ લઈ રોહણશેઠ નામ ધારણ કરી મહારાજા શ્રેણિકને મળતો. ચતુર રોહિણેયકુમારે અલ્પ સમયમાં મહારાજા શ્રેણિકનો વિશ્વાસ જીતી લીધો. મહારાજા શ્રેણિકે તેને પરદેશી જાણી વખાર આપી વેપાર કરવાની અનુમતિ આપી. રાસનાયક પોતાના પાંચસો સાથીદારો સહિત વખારમાં રહ્યો. ખેર, માયાવી માનવીને આજ દિવસ સુધી કોઈ ઓળખી શક્યું છે ખરું? મહારાજા શ્રેણિક પણ તેને ઓળખવામાં થાપ ખાઈ ગયા.
કથાકારના મતે રોહિણેયકુમારે થોડા સમય (છ માસ)થી ચોરી કરવાનું છોડી દીધું હતું. રાજગૃહી નગરીમાં છ માસથી ચોરોનો ઉપદ્રવ શાંત થઈ ગયો હતો. તેવા સમયમાં એકવાર કોટવાલે પોતાની પ્રશંસા કરતાં તોછડાઈથી અભિમાનપૂર્વક રાજાને કહ્યું, “મહારાજ! મેં મારી આવડતથી. રોહિણેય ચોરને મહાત્ કર્યો છે, તેથી તે હવે નગરમાં આવી ચોરી કરવાનું તદ્ગ ભૂલી ગયો છે! મેં તેનાં મનું મર્દન કર્યું છે.” આ પ્રમાણે કહી કોટવાલ ચોરની કાયરતાને કોસવા લાગ્યો. તે મજાક ઉડાવતાં ખડખડાટ હસી પડયો. તેના પડઘાથી રાજસભા ધ્રુજી ઉઠી. તે સમયે રાસનાયક રોહણશેઠ બની મહારાજા શ્રેણિકની બાજુમાં જ બેઠો હતો. તેણે કોટવાલના ગર્વિષ્ઠ શબ્દો સાંભળ્યા.
કહ્યું છે કે- “હું કરું છું એ જ અજ્ઞાન ખરું, શકટનો ભાર જેમ શ્વાન તાણે.”
સામાન્યતઃ જીવથી પરોત્કર્ષને સ્વોપકર્ષ ખમાતો નથી. રોહિણેયકુમાર પોતાના અપકર્ષથી. વાર્યો. તેમાં કોટવાલનાં ભયંકર અટાહાસ્ય ઘા પર નમક છાંટવાનું કાર્ય કર્યું. તેનો ક્રોધ સાતમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org