________________
૬૮
ગ્રંથકારો કહે છે કે, આ સંસારમાં અશુભ નિમિત્તોના સંગ અને પૂર્વભવના સંસ્કારો (કર્મ) નું જોડાણ થતાં જીવાત્મા પાપકર્મ કરી બેસે છે. 'રાસનાયક અશુભ નિમિત્તોનો શિકાર બન્યો.
રત્ન મેળવી રોહિણીએ પતિનું ભપકાદાર શ્રાદ્ધ કર્યું. સાહસિક અને બળવાના રોહિણેયકુમાર કર્તવ્યની કેડી પર સંઘર્ષ ખેલી, પિતૃતર્પણ કરી અત્યંત આનંદિત થયો. માતા પણ પુત્રની સાહસિકતા, વિદ્યા પારંગતતા અને ખુમારીને જોઈ ખુશીથી ઝૂમી ઉઠી. જેણે માતાના હદયને. વેદના નિગળતું કર્યું હતું, તેણે જ માતાના હદયને સાંત્વનાનું ઔષધ આપ્યું. માતાએ પુત્રને હાલથી ચુંબન કરતાં આશીર્વાદ આપ્યા તેમજ મોજમાં ને મોજમાં સિંહનો સિંહ' એવું બિરુદ આપ્યું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ત્રેવીસમા અધ્યયનમાં પરમાત્મા કહે છે :
रागदोसादओ तिव्वा, णेहपासा भयंकरा । અર્થ: તીવ્ર રાગદ્વેષ અને પુત્ર-પરિવારાદિનો સ્નેહ બંધનરૂપ છે. - રાગથી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિનું બંધન રહે છે. દ્વેષથી વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે ધૃણો, અને તિરસ્કાર જન્મે છે. સંસારી આત્મારાગ અને દ્વેષના નિમિત્તોથી ભાવિક બને છે.
“પંચવસ્તુક' ગ્રંથ સૂ. ૦૩૧ થી ૦૩૩ની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજી મ. કહે છે, “દ્રવ્ય બે પ્રકારનું છે. (૧) ભાવિક (૨) અભાવિક. અન્યના સંગની અસર થાય તે ભાવિક દ્રવ્ય. અન્યનો સંગ થવા છતાં જે નિર્લેપ રહે તે અભાવિક દ્રવ્ય છે. આમ્રવૃક્ષ એ ભાવિક દ્રવ્ય છે. નલથંભ એ અભાવિક દ્રવ્ય છે. વૈદૂર્યમણિ, સુવર્ણ અને કાચ જેવા પદાર્થો અભાવિક દ્રવ્ય છે. સંસારી જીવ ભાવિક છે તેથી જેવું નિમિત્ત મળે તેવોતે થાય છે. સિદ્ધનો જીવ કમરહિત હોવાથી અભાવિક છે.”
આત્મા નિમિત્તવાસી છે. અનાદિ કાળના સંસ્કારો પોતાનું તોફાન મચાવવા ઉત્સુક હોય છે. તેમને ફક્ત એક નાનકડું નિમિત્ત જરૂરી છે. જેમ નાનકડી ચિનગારી રૂની મોટી ગંજીને બાળવામાં સમર્થ છે, તેમ અશુભ નિમિત્તો પ્રમાદ અવસ્થામાં સુસંસ્કારને પળવારમાં ભસ્મ કરે છે. જ્યાં સુધી નિમિત્ત ન મળે ત્યાં સુધી સંસ્કારો (કર્મ) માયકાંગલા હોય છે. નિમિત્ત મળતાં જ કર્મ ચેતનાને મૂર્શિત કરે છે. તેથી જ ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના દશમા દ્રુમપત્રક અધ્યયનમાં વૈરાગ્યસભર ઉપદેશ આપતાં વારંવાર કહ્યું, “સમયે ગોયમ મા પમાયા - હે ગૌતમ! ક્ષણનો પ્રમાદ ન કરીશ. તું મહાસાગરને પાર કરી ગયો છે. હવે કાંઠાની નજીક આવી કેમ ઊભો છે?”
“ભગવદ્ગીતા'માં પણ કહ્યું છે: ___ "इन्द्रियस्येन्द्रियस्थार्थे रागेद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेतौ ह्रयस्य परिपन्थिनौ ।। અર્થ: પ્રત્યેક ઈન્દ્રિયને તેના વિષયમાં રાગ અને દ્વેષ પહેલેથી જ રહેલાં છે. તે રાગ અને દ્વેષને મનુષ્ય વશ ન થવું જોઈએ કારણકે તે બંને તેના કર્તવ્યમાર્ગમાં વિજ્ઞકર્તા બને છે.
"રૂમેવનાવિનુન્તિ નેન મોદંપ1િ3 | અર્થાત્ જે જીવો મોહથી ઘેરાયેલા છે, તેઓ આ વાતને જાણતા નથી. તેઓ અંતે ઊંડા ખાલીપાને અનુભવી દુઃખી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org