________________
૬૭
અનુભવતા ચોરપલ્લીના લોકોને આર્થિક રક્ષણ આપવું. (૨) પોતાના પરિવારનું કર્તવ્ય નિભાવવું.
જેમ મગધ નરેશ પ્રસેનજિત રાજાના અપમાનથી સ્વમાની શ્રેણિક કુમાર છંછેડાયા, તેમ માતાના આક્રોશભર્યા વચનો સાંભળી રોહિણેયકુમાર ઉશ્કેરાયો. તેનો ચહેરો લાલઘૂમ થયો. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. તે પોતાનું શૂરાતન બતાવવા શીધ્ર ઊભો થયો. તે ઝડપથી વિદ્યા સાધવા રઘવાયો જ બની ઓરડા ભણી દોડ્યો. તે ક્ષણવારમાં વિદ્યાના બળે (મંત્ર-શક્તિથી) ઊંટબન્યો.*
આ ઊંટે રાજાના પશુવાડામાં જઈ પશુઓમાં નાસભાગ કરી તેમને ભડકાવ્યા. પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા. ક્ષણવારમાં ત્યાંથી નીકળી તેણે દેવાલયના શિખરે છલાંગ લગાવી. ત્યાંથી નીકળી તે દાંત કચકચાવી કોટવાલના મસ્તકે ત્રાટક્યો. કોટવાલની કમ્મરે બાંધેલી તલવારની મૂઠમાં રહેલું એક કિંમતી રત્ન તેણે મેળવ્યું.
જેમ યુદ્ધમાં વિજયી બનેલો યોદ્ધો અત્યંત આનંદિત થતાં પોતાના રાજ્યમાં પાછો ફરે છે, તેમ કોઈ મહાન કાર્ય કરી વિજયી બનેલો રોહિણેયકુમાર અત્યંત ખુશ થતો માતા પાસે આવ્યો. તેણે માતાના હાથમાં કિંમતી રત્ન મૂક્યું. માતા પોતાના તેજસ્વી અને પ્રતાપી પુત્રને જોતી જ રહી. તેણે હેતથી પુત્રનું માથું ચૂમી લીધું. માતૃહદયનું વાત્સલ્ય છલકાઈ ગયું. રોહિણેયકુમારની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાયાં. જાણે કે તે માતાને કહેતો ન હોય કે, “માવડી ! જોયું મારું પરાક્રમ!!”
જીવનમાં કેટલાંક દુઃખો અનિવાર્યરૂપે આવતાં હોય છે. જેમકે પ્રિયજનોનો વિયોગ, આકસ્મિક રોગ, અકસ્માત, અણધારી આફત, અકલવ્ય ઘટના. આવા પ્રસંગોમાં ધીરજ અને સમજદારીથી દુઃખના શાપને વ્યક્તિ વરદાનમાં ફેરવી શકે છે. છે' સંગીતકાર લુડવિગફાન બિથોવન બધિરતાને ગૌણ ગણી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. તેણે વિશ્વને અજોડ સિમ્ફની' આપી. હેલન કેલર બોલતાં અને લખતાં શીખ્યાં અને રેડલિફ કોલેજમાંથી
ઓનર્સ સાથે સ્નાતક થયાં. તેમણે પુસ્તકો અને લેખો લખીને મૂક અને અંધજનોનાં શિક્ષણ માટે 'વિશ્વભરમાં લોકમત જાગૃત કર્યો. - પંડિત સુખલાલજીએ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં વિધા પુરુષાર્થ કરી મૌલિક તત્ત્વચિંતક બન્યા. અનિવાર્યપણે આવેલા દુઃખનું નિવારણ આંતરિક સમજ સાથે કરવાથી તે જ્ઞાન પથદર્શક બની જીવનને ઉજાગર કરે છે. ઉતાવળમાં અધૈર્યતાપૂર્વક કરેલો વિચાર માનવને પથ ભ્રષ્ટ બનાવે છે. - આર્થિક તંગી, રાજાએ પોતાની સાથે કરેલો અન્યાય, કૌટુંબીક ફરજ અને કર્તવ્ય નિભાવવાનું આકરું બનતાં ક્ષણવારમાં સુસંસ્કારોનું દહન થયું. તેનું સ્થાન કુસંસ્કારોએ લીધું. જેમ વાયુથી અગ્નિ ફેલાય છે, તેમ અશુભ નિમિત્તોથી કુસંસ્કારો ખીલી ઉઠે છે. *પ્રસ્તુત પ્રસંગ સંસ્કૃત હસ્તપ્રત, કડી - ૯૨ થી ૧૧૫ નીચે પ્રમાણે છે.
નાના ઊંટનું રૂપ લઈ રાસનાયક કિલ્લા પર ચઢ્યો. ત્યાં નિર્ભયપણે ગીત ગાયું. “હે પહેરગીરો! જાગો! વિચારો. આ નગરમાં શ્રીહર નામનો ચોર આવ્યો છે. જે રૂપપુરનો પુત્ર છે, જેનું નામ લોહખુર છે. તેનો પુત્ર હું ઊંટના સ્વરૂપે રહેલ ચોરવિદ્યામાં બળવાન છું. અગાઉ મારા પિતાનો જેગરાસ લુપ્ત કરાયો છે તે પાછું અપાવો. તમારો અન્યાય કરવાનો સ્વભાવ પડી ગયો છે. હું વૈભારગિરિનો વાસી, ઘણાંને સંતાપ કરનાર ચોર શિરોમણિ છું, હું રાજા, મંત્રી, કોટવાલ વગેરેને હેરાન કરીશ, પ્રજાજનોને નહીં.”જીવન વહાલું હોવાથી સેવકો તેને પકડવા દોડ્યા નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org