________________
03
તેણે સમવસરણમાં સોનાના ત્રણ ગઢ જોયા. તેણે (બારગણું) ઊંચુ અશોકવૃક્ષ જોયું. આ ત્રીજા ગઢની મધ્યમાં (સ્ફટિક રત્નના સિંહાસન ઉપર) જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામી બેઠા હતા. ત્યાં બાર પ્રકારની પર્ષદા (જિનવાણી શ્રવણ કરવા) એકત્રિત થઈ હતી.
..૦૩ આ પ્રમાણેનું દશ્ય જોઈ રોહિણેયકુમાર મનમાં ઉચાટ કરવા લાગ્યો. તેને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી.) (હવે હું શું કરું?) અહીંથી જવા સિવાય અન્ય કોઈ માર્ગ પણ નથી.' તેણે તરત જ (જિનવાણી કાને ન પડે તે માટે) બે હાથની આંગળીઓથી કાન ઢાંકી દીધા. (અથવા બે કાને આડા હાથ રાખી દોડ્યો.) તે સમવસરણની તળેટીમાંથી ઉતાવળો ચાલવા લાગ્યો.
તે જ માર્ગે ચાલીને તે રાજગૃહી નગરીમાં પ્રવેશ્યો. નગરમાંથી તે ચોરી કરી પાછો વળ્યો. તે પ્રતિદિન આજ પ્રમાણે આવાગમન કરતો હતો. જ્યારે તે સમવસરણ પાસેથી પસાર થતો ત્યારે પોતાની આંગળીઓથી બે કાન ઢાંકી દેતો. (જેથી પિતાની આજ્ઞાનો ભંગ ન થાય.)
...૦૫ એક દિવસ તે ઉતાવળથી સમવસરણ પાસેથી જઈ રહ્યો હતો ત્યારે તેના પગમાં કાંટો વાગ્યો. (આ કાંટો પગમાં ગાઢ રીતે ખેંચી ગયો હતો. તેને કાયા વિના તે એક પગલું ચાલવાને સમર્થન હતો. બીજો કોઈ ઉપાય ન સૂઝતાં તેણે કાંટો કાઢવા કાન પરથી આંગળી લઈ લીધી) જ્યારે તે કાંટો કાઢવા લાગ્યો ત્યારે તેણે ભગવાન મહાવીરસ્વામીના ઉત્તમ વચનો શ્રવણ કર્યા.
...૦૬ (તેણે પરમાત્માના મુખેથી દેવગતિનું સ્વરૂપ સાંભળ્યું.) રોહિણેયકુમારદેવભવની ગાથાનો અર્થમાં મનમાં ધારણ કરી તે વિચારતો ઘરે પહોંચ્યો. તેણે રાજગૃહી નગરીમાંથી ચોરેલું ધન લાવી ગુફામાં મૂક્યું. પુનઃ કોટવાલનું કાંઈ ન ચાલ્યું.(કોટવાલ રાજા દ્વારા અપમાનિત થયો.) ...૦૦
વિવેચન આઢાળમાં કવિ રાસનાયક સાથે બનેલી જગવિખ્યાત વિચિત્ર ઘટનાનું આલેખન કરે છે.
રોહિણેયકુમારની આંખ પર કદાગ્રહનો કાદવ લેપાયો. તે ધીરે ધીરે કષાયોની ખીણમાં પટકાતો ચાલ્યો. તેણે પૂર્વના સુસંસ્કરો અને પ્રેમને ઉખેડીને ઉકરડામાં ઉછાળી દીધાં. સૌમ્યતાનું સ્થાન કઠોરતાએ લીધું. કર્મોનું કેવું વશીકરણ! વિફરેલા રોહિણેયે રાજગૃહી નગરીમાં કાળો કેર વર્તાવ્યો. તે નિત્ય નિયમથી ચોરી કરવા લાગ્યો. પ્રજાજનો તેના નામ માત્રથી કંપવા લાગ્યા. પ્રતિદિન પરિસ્થિતિ વિણસતી ચાલી. ચોરને પકડવાનો કોઈ ઉપાય કામયાબ થતો ન હતો. કોટવાલ પોતાના પગના કાંટા સમાન રોહિણેય ચોરને સીધો કરવા ઉત્સુક બન્યો પણ હાથ હેઠા પડયા.
જે જીવ પુનઃ પુનઃ પાપ કર્મો કરે છે તેને કાં તો નિકાચિત કર્મોનો ઉદય છે અથવા સત્ત્વ ફોરવવામાં તે કાયર છે તેવું માનવું પડે.
. તેવા સમયમાં વિરાટ ધરતીને પાવન કરતા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીના મનોરમ ઉધાનમાં પધાર્યા. ત્યારે દેવોએ સમવસરણની રચના કરી. સમવસરણમાં વસતા અરિહંત પરમાત્માનું સ્વરૂપ
સમવસરણ આર્યવચન-પ્રવચન-જિનવાણી માટે રચાય છે. તીર્થંકર પરમાત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org