________________
.
. ૬૫
રોહણીઉ બઈઠો ત્યાહા હુતો, સૂણી વચન ખીજ્યો અદભુતો; આજ ખોઉં ઠંડીની લાજ, ચોરી એક કરૂં હું આજ રાતિ શ્રેણીકનઈ ઘરિ જાઈ, અસ્વ એક લીધો તેણઈ ડાહઈ;
પાછો વલી નર કરતો ઉપાઈ, રીષભ કહઈ નર સૂણયો કથાઈ . .૬૬ અર્થ: જકાતના નાકેદારોને ત્યાંથી ઉઠાડી મૂક્યા. તેઓ લોકમતી (રોહિણી) પાસે જઈ નિઃસાસો નાખી ત્રાડ પાડી બોલી ઉઠ્યાં “અમને તો રાજાએ કાઢી મૂક્યા છે. આપણા પક્ષમાં જો કોઈ બળવાન હોત તો આપણને ચોક્કસ ગરાસ પ્રાપ્ત કરાવત.”
...૫૦ ' લોહમતીએ આવું સાંભળી પોતાનું મોટું સંતાડી નાંખ્યું (લર્જિત થઈ). તે પોતાના પુત્ર રોહિણેયકુમારને વખોડવા (ધિક્કારવા) લાગી. તેણે પોતાના પતિના બળની ખૂબ પ્રશંસા કરી. તેણે (નિઃસાસો નાખતાં પુત્ર તરફ જોઈને) કહ્યું “મારા પતિ બળવાન હતા. તેમના મૃત્યુ પછી બધી અણધારી આફત ઉભી થઈ છે.
મેં રોહિણેયકુમાર જેવા (નિર્માલ્ય) પુત્રને શા માટે જન્મ આપ્યો? (પોતાનાં દુર્ભાગ્યને કોશતાં તેણે કહ્યું) એ તો મને ત્રણમુક્ત કરાવે એવો પુત્ર નથી પરંતુ દેવાદાર બનાવશે. મને જો પુત્રી જન્મી હોત તો મારો મોભો જળવાઈ રહેત કારણકે મારા જમાઈ મારું કાર્ય અવશ્ય પૂર્ણ કરત. ...પર
ખરેખર! રોહિણેયકુમાર તને ધિક્કાર છે. તે સિંહ જેવા લોહખુરા પિતાનો મારા ઉદરે આવેલો શિયાળ જેવો ડરપોક પુત્ર છે. (માતાએ મહેણું મારતાં પુનઃ કહ્યું) અરે ભુંડા ! આટલું સાંભળ્યા પછી તો ઉઠ અને ચોરી કરી કંઈક ધન લાવ જેથી તારા પિતાનું શ્રાદ્ધ હું સારી રીતે કરી શકું” ..૫૩
માતાના આક્રોશભર્યા વચનો અને ઉપાલંભથી રોહિણેયકુમાર ખીજાઈને એકદમ ઉંચા શ્વાસે ઉભો થઈ ગયો. તેનું લોહી ગરમ થઈ ગયુ.) તેણે ત્રાડ પાડતાં ક્રોધિત થઈને કહ્યું મારા પિતાનો ગરાસ કોણે ઝૂંટવી લીધો છે તે જોઉં છું.” એ પ્રમાણે અભિમાનથી રોહિણેયકુમાર ઉભો થયો અને વિધાથી સિદ્ધ કરેલ વસ્તુના ઓરડામાં ગયો.
...૫૪ અંધારા ઓરડામાં જઈને તેણે હાથ નાંખ્યો તો ઉંટનું ચામડું હાથમાં આવ્યું. વિદ્યાનાં બળથી તે ઉંટ થયો. પછી તેણે સોનાના ઘૂઘરાપગે બાંધ્યા.
...૫૫ ઊંટના ટોળામાં જઈ ઊંટોનો માલિક (રાજા) બની તે નાચવા લાગ્યો. ત્યારે નગરના કોઈ શ્રેષ્ઠીએ જઈ રાજાના કાનમાં વાત કરી. (રાજા જ્યારે ત્યાં આવ્યા, ત્યારે તે ઊંચો થઈ જોરજોરથી ઊછળવા લાગ્યો. તે ઊંટ પર કોઈ સવારી ન કરી શક્યા (ઊંટ વશમાં ન થયો.).
...૫૬ મહારાજા શ્રેણિકની પશુશાળામાં જઈ ઊંટે તોફાન મચાવી ભંગાણ પાડ્યું. ચારે બાજુ શોરબકોર થયો(બૂમરાણ મચી ગઈ). સુભટો તેને પકડવા નાસભાગ કરવા લાગ્યા. રાજા, મંત્રી આદિ ત્યાં ભેગા થયા.
...૫૦ ઊંટ વિદ્યાના બળે દેવાલય પર ચઢી ગયો. ત્યાંથી તે કોટવાલના મસ્તકે કૂદ્યો. તેણે કોટવાલને પાછળથી લાત મારી પાડ્યો અને તેની કમ્મરમાં બાંધેલી તલવાર લઈ લીધી. ત્યાર પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org