________________
વિક્ષેપ પડાવનાર અને સંસારની રંગભૂમિ પર કઠપૂતળીની જેમ નચાવનાર મુખ્ય આઠ કર્મો છે. મૃત્યુઃ
જન્મ અને મૃત્યુ જીવનની સ્વાભાવિક પ્રક્રિયા છે. “જે જાયું તે જાય' અર્થાત્ જેનો જન્મ તેનું મૃત્યુ છે. મૃત્યુ પછી મુક્તિ અથવા જીવન છે. મુક્તદશા પામવી અત્યંત દુર્લભ છે. સામાન્ય જીવો માટે જન્મ જન્માંતરનું ચક્ર ચાલ્યા જ કરે છે. “અષ્ટપાહુડ' ગ્રંથના પાંચમા ભાવપાહુડમાં ૧૦ પ્રકારનાં મૃત્યુ ગણવામાં આવ્યાં છે.
(૧) આવી ચીમરણ (૨) અવધિમરણ (૩) આત્યંતિકમરણ (૪) બલાયમરણ (૫) વશામરણ (૬) અંતઃશલ્યમરણ (0) તદ્ભવમરણ (૮) બાલમરણ (૯) પંડિતમરણ (૧૦) બાલપંડિત મરણ (૧૧) છદ્મસ્થમરણ (૧૨) કેવલીમરણ (૧૩) વેહાયમરણ (૧૪) ગૃધપૃષ્ઠમરણ (૧૫) . ભક્તપરિશમરણ (૧૬) ઈંગિનીમરણ (૧૦) પાદપોપગમનમરણ. તેની સમજણ જૈન ગ્રંથોમાં છે.
લોહખુર ચોરનું આયુષ્ય કર્મ પૂર્ણ થતાં બાલમૃત્યુ થયું. યમરાજે રોહિણીનું સૌભાગ્ય આંચકી લીધું. ત્યાર પછી અલ્પ સમયમાં જ જીવન નિર્વાહમાં વિક્ષેપ કરનારો એક બનાવ બન્યો. કોઈ કવિએ લખ્યું છે-“એક સરખો સમય સુખનો કોઈનો જાતો નથી.”
“સુભટોએ મહામંત્રી અભયકુમારને ચાપલુસી કરતાં કહ્યું, “મહારાજા પ્રસેનજિતે રૂપખુરા ચોરને આપેલો ગરાસ, તેના મૃત્યુ પછી તેનો પુત્ર લોહખુર ચોર ભોગવતો રહ્યો. હવે લોહખુર ચોરનું નિધન થયું છે. શું આ ગરાસ તેનો પુત્ર રોહિણેય બેઠો બેઠો ખાશે? મહામંત્રી ! કંઈક વિચારો. આ ગરાસ રાજ્યનો છે. તેને પાછો મેળવો. શત્રુ અને રોગને ઉગતાં જ ડામી દેવાં જોઈએ.” બુદ્ધિનિધાના અભયકુમારે સુભટોની તર્ક અને દલીલથીગરાસમાં આપેલાં ગામો પાછાં મેળવ્યાં.”
દુહા : ૩ અભયકુમાર બુધિ કલઈ, લીધા પાછાં ગામ, વસો એકવારયો સહી, વલી માંડવી ઈંતામાં
....૪૯
* ઉપરોક્ત પ્રસંગ જુદી રીતે દર્શાવેલ છે. લોહખુર ચોર મૃત્યુ પામ્યો, તેના સમાચાર શ્રેણિક રાજાને કોઈએ જણાવ્યા નહીં. તેથી નક્કી કરેલો ગરાસ ગુફામાં નિયમિત આવતો રહેતો. કેટલાક સમય પછી દુશ્મન ચોરોએ લેખ દ્વારા રાજાને લોહખુરચોરનાં મૃત્યુનાં સમાચાર જણાવી દીધાં. મહામંત્રીએ આ જાણી ખંડણી(ગરાસ) લેનાર માણસોને પ્રપંચપૂર્વક કહ્યું, “તમારા સ્વામી બિમાર હોવાથી વૈધની ચિકિત્સા ચાલે છે. તમને ત્યાં જલ્દીથી બોલાવ્યા છે. તે સાજા થાય કે મૃત્યુ પામે તો મારી પાસે પાછા આવજે; નવો ગરાસ બાંધી આપશું.” આવા લેખ દ્વારા લોહખુરના માણસોએ હાટડી ઉઠાવી લીધી. જકાત લેનાર માણસો ખિન્ન મને જ્યારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે રોહિણી રડતી હતી. રોહિણીએ આવેલા માણસોને પૂછયું, “ખંડણી ઉઘરાવવાનું છોડી અહીં આવવાનું શું પ્રયોજન છે?" સેવકોએ કહ્યું અભયકુમારની વાણી પ્રપંચથી. મોકલાયેલાં અમે અહીં આવ્યા છીએ.” (સં.હ. કડી -૬૫ થી ૦૮).
(કડી-૦૪ થી ૦૯) રોહિણી પતિના ગુણોને યાદ કરી વિલાપ કરે છે. તે પ્રસંગમાં કવિ દેવમૂર્તિ કરુણરસનું સુંદર આયોજન કરે છે. “તમારી નિરાધાર ભાર્યા તમારું રટણ કરે છે. હે વલ્લભ! એકવાર દર્શન આપો. સિંહની ભૂમિ પર હરણીયા વિચરી રહ્યાં છે. સૂર્ય જતાં સર્વત્ર અંધકાર વ્યાપ્યો છે. સિંહના આસને કબૂતરોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોતાનાં ચિત્ત જેવી ગંભીર, પર્વતનાં મૂળથી શિખર સુધીની વિશાળ ગુફાને હે પતિદેવ તમારા વિના કોણ પ્રગટ કરશે ?''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org