________________
૬૦
ઔચિત્ય છે. પિતાની ઈચ્છા-મનોરથ પૂર્ણ કરવા તેમન ઔચિત્ય છે.
ડુપ્રતીકારો માતપિતરી-માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે. “શ્રી સ્થાનાંગ સૂત્ર'ના ત્રીજા સ્થાને કહ્યું છેઃ
"तिण्हं दुप्पडियारंसमणाउसो! तंजहा-अम्मापिउणो, भट्टिस्स,धम्मायरियस्स। અર્થ: હે આયુષ્યમાન શ્રમણ! ત્રણના ત્રણથી મુક્ત થવું દુશક્ય છે. તે આ પ્રમાણે છે. (૧) માતાપિતા (૨) ઉપકારી સ્વામી (શેઠ,માલિક) (૩) ધર્માચાર્યો.
પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય એ છે કે આ ત્રણેની સેવા ભક્તિ, આદર-સત્કાર વગેરે ઉપકારના ત્રણને ચૂકવવાના માર્ગ છે, છતાં તેથી વ્યક્તિ આંશિક ત્રણથી મુક્ત થાય છે. તેમને ધર્મ માર્ગે વાળવાથી સર્વથા ઋણથી મુક્ત થઈ શકાય.
"ગુરુવર્ય, માતા-પિતા, કલાચાર્ય, ધર્મના ઉપદેશક, વયોવૃદ્ધજનોની ભક્તિ, વિનય દર્શાવે છે. તેમની ભક્તિ કરવાથી મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે.
રામચંદ્રજી પિતા દશરથ, માતા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને પ્રતિદિન પ્રાત:કાળે પ્રણામ કરતા હતા. કૃષ્ણ યશોદાને, શિવાજી જીજાબાઈને અને વીર ભગતસિંહ માતા વિદ્યાદેવીને નિત્ય પ્રણામ કરતા હતા. ભગવાન મહાવીરે ગર્ભસ્થ અવસ્થામાં જ પ્રથમ માતા પ્રત્યે અનન્ય વિનય કર્યો. શ્રવણે અપંગ માતા-પિતાને કાવળમાં બેસાડી સડસઠતીર્થોની યાત્રા કરાવી હતી.
આ ઢાળમાં કવિ કષભદાસ આર્ય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિનો ભવ્યાતિભવ્ય આદર્શ રજૂ કરે છે. વડીલોની આજ્ઞા ભંગ એ મહાપાપ છે. કોઈ પણ સંજોગોમાં વડીલોની આજ્ઞાનું પાલન કરવું એ જ કર્તવ્ય છે. મહાપુરુષો બીજાને ઠારી પોતાના ચિત્તને પ્રસન્ન રાખે છે. તેમની કૃપા મેળવી આત્મ કલ્યાણ કરે છે પણ માવિત્રોની આજ્ઞાનો આક્રમણ (પરાભવ) કરતા નથી.
રોહિણેયકુમારે પિતાના અનંત ઉપકારોનું સ્મરણ કરી, મૌન સેવી, પિતાના આત્માને અંતિમ પળોમાં સમાધિ રહે તેવા લક્ષ્યથી તેમની આજ્ઞાને ચૂપચાપ સ્વીકારી લીધી. નીચકુળમાં પણ પિતાનું ઔચિત્ય જાળવનારા રોહિણેયકુમારનું દષ્ટાંત વર્તમાન કાળે સ્વછંદે વર્તતા પુત્ર-પુત્રીઓ માટે વિચારવા યોગ્ય છે. હા, રોહિણેયકુમાર જેવી પ્રતિજ્ઞા કે સંકલ્પ આપણાથી ન કરી શકાય પરંતુ માતાપિતાની આજ્ઞાનું પાલન કરવું એ સંતાનોની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. વર્તમાન કાળે સંતાનોના ઔચિત્યના અભાવે ઘરડાંઘરો અને વિભક્ત કુટુંબો વૃદ્ધિ પામી રહ્યાં છે.
આયુષ્ય પૂર્ણ થતાં લોહખુર ચોરનો જીવનદીપ બુઝાયો. શાસ્ત્રકારો વારંવાર કહે છે:
अनित्याणी शरीराणि, वैभवो नैव शाश्वतम्।
नित्यं सन्निहितो मृत्युः, कर्तव्योधर्मसंग्रहः।।। અર્થ: ધન, યૌવન, કુટુંબ, કાયા આદિ દશ્ય પદાર્થો સંધ્યાના વીખરાયેલા રંગ જેવા, પાણીના પરપોટા જેવા, જલબિંદુ અને વીજળીના ચમકારા જેવા ચપળ અને ક્ષણભંગુર છે, છતાં પાપી જીવો પાપથી વિરક્ત થતાં નથી!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org