________________
શ્રી આચારાંગ સૂત્રમાં બહિર્મુખી આત્માને બાલ, મંદ અને મૂઢના નામથી અભિહિત કર્યા છે. શરીરને જ આત્મા માનનારા, બાહ્ય ઈન્દ્રિયોના વિષયોમાં આસકત, પાપયુક્ત જીવો બહિરાત્મા છે.
દેહ અને આત્માને ભિન્ન માની, આત્માનુભૂતિનો આસ્વાદ માણનારા, પાપ વિરત અંતરાત્મા છે. અંતર્મુખી આત્માને પંડિત, મેઘાવી, ધીર, સમ્યગદર્શી અને અનન્યદર્શી નામથી ચિત્રિતા કર્યા છે.
સંપૂર્ણ જ્ઞાન, આનંદથી પરિપૂર્ણ, ઘાતી કર્મોના વળગાડથી મુક્ત, અનંત દર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંત આત્મવીર્યાદિ અતીન્દ્રિય આત્મિક ગુણથી યુક્ત મુક્ત આત્માને પરમાત્મા છે.
પરિભ્રમણ અને પરિવર્તનનો વિરામ આણનાર મુક્તિ માટેની નિગોદથી નિર્વાણ સુધીની આત્મવિકાસ યાત્રા એટલે બહિરાત્માનો અંતરાત્મામાં પ્રવેશ અને પરમાત્મા તરફ ગતિ છે. ચિરકાલથી જીવ આત્મ સ્વરૂપને નષ્ટ કરે તેવા આચરણોને કારણે બહિરાત્મક રહ્યો છે.
બહિરાત્મ વૃત્તિ ધરાવતાં લોહખુર ચોરે અંતિમ સમયે પુત્રને જિનવાણીનો એકપણ શબ્દન સાંભળવાની આકરી ટેક આપી. તેની પાછળનો તેનો આશય એ હતો કે, પોતાની વારસાગત કુળપરંપરા સચવાય અને પોતાના આચારનો છેદ ન થાય. ખરેખર! મિથ્યાત્વરૂપી અંધાપાને કારણે માનવી કુકર્મને સુકર્મ માને છે. કેવી વિપરીત માન્યતાની વળગણો!
જે સ્નેહી, સ્વજન અબુધ કે અજ્ઞાની હોય છે તેમનું પરિવારજનો પ્રત્યે મમત્વ પણ પ્રગાઢ હોય છે. અધર્મી લોહખુર ચોર પોતાનો કુલદીપક પોતાની નઠારી સમાચારીમાં વર્તે એવું ઈચ્છતો હતો.
જ્યારે બીજી તરફ વિલાયત જતા ગાંધીજીને માતા પૂતળીબાઈએ શરાબ, અને માંસ જેવા અભક્ષ્ય પદાર્થોને તથા સુંદરીને અડવાની સાફ ના પાડી. એક ધર્મપ્રિય માતા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિકતાનું સંરક્ષણ ઈચ્છતી હતી. સંસ્કારી અને અસંસ્કારી માતા-પિતામાં કેટલો મોટો તફાવત!
રોહિણેયકુમાર વિનયવાન પુત્ર હતો. પિતાને અંતિમ સમયે સમાધિ રહે તે હેતુથી તેણે આસન્ન પિતાને વચન આપ્યું કે, “તાત! હુંમહાવીરસ્વામીના વેણ કદી નહીં સાંભળીશ.” આજ્ઞાંકિતા રામે જેમ પિતાનું વચન માન્ય કર્યું, તેમ રોહિણેયકુમારે પણ પિતૃવચન માન્ય કરી પોતાનું કર્તવ્ય નિભાવી પિતાનો આદર કર્યો. માતા-પિતાનો ઉચિત આદરઃ
ગૃહસ્થ જીવનની આચારસંહિતામાં (બોલ-૧૬) કહ્યું છે કેઃ
“પૂજનીય માતા-પિતાનો ઉચિત આદર (સેવા) કરવો એ સંતાનનું પવિત્ર કર્તવ્ય છે. માતા-પિતાની સેવા-આજ્ઞાપાલન એક અસાધારણ મૌલિક ગુણ છે.”
હિતોપદેશમાલામાં વ્યવહારશુદ્ધિમાં *નવ પ્રકારના ઔચિત્ય બતાવ્યા છે.ઔચિત્ય જાળવવું એ ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. તેમાં સૌપ્રથમ પિતાનું ઔચિત્ય બતાવ્યું છે. પિતાની સેવા કરવી, તેમનો પડતો બોલ ઝીલવો એ કાય ઔચિત્ય છે. પિતાનો વિનય કરવો, આજ્ઞા સ્વીકારવી તે વચન * નવ પ્રકારના ઔચિત્ય : પિતાનું ઔચિત્ય, માતાનું ઔચિત્ય, ભાઈઓનું ઔચિત્ય, પત્ની પ્રત્યે ઔચિત્ય, પુત્ર પ્રત્યે ઔચિત્ય, સ્વજનો પ્રત્યે ઔચિત્ય, ધર્માચાર્યો પ્રત્યે ઔચિત્ય, નાગરિકો પ્રત્યે ઔચિત્ય, અન્યધર્મીઓ પ્રત્યે ઔચિત્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org