________________
પદ
સામાન્ય પ્રજાજન તરફથી ઉપડતાં આંદોલનોનો અવાજ રાજનેતાઓના બધિર કર્ણ સુધી પહોંચતો જ નથી. બેકારીનું દર વધી રહ્યું છે. ગરીબોના ઊંડા ઉતરી ગયેલા પેટ અને આંખ સામે જોવાની ફૂરસદ રાજનેતાઓને કયાં છે? ચોરી અને લૂંટફાટ જેવા અનિષ્ટો વૃદ્ધિ પામી રહ્યાં છે. માત્ર જૂજ સંખ્યક લોકોના પટારા ભરાય એ જ એકમાત્ર ધ્યેય બની ગયું છે. આ છે આધ્યાત્મિક ક્ષેત્રનું દુર્દેવા આને જ પ્રભુ ભવાભિનંદીપણું' કહે છે, જ્યાં મોહની પ્રગાઢતા છે.
"મોહનીય કર્મની પ્રચુરતામાં સહાયક અને શક્તિશાળી અનંતાનુબંધી ક્રોધની પ્રકૃતિ મુખ્ય છે, જે ધર્મરુચિનો નાશ કરે છે. મિથ્યાત્વ(મોહ)ને પોષે છે.
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય'માં ગ્રંથકાર સર્વપ્રથમ તેને ક્ષય કરવાનું કહે છે. "खवणं पडुच्च पढमा, पढम गुण विधाईणोति वा जम्हा ।
संजोयणाकसाया, भवादिसंजोयणाओ (दो)त्ति ।। અર્થ: સમ્યગદર્શન પ્રાપ્ત થતાં અને ક્ષપકશ્રેણીમાં પ્રથમ તેનો ક્ષય થાય અથવા સમ્યગદર્શનરૂપ પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી તે પ્રથમ કષાય છે. સંસારમાં યોજનાર હોવાથી તેને ‘સંયોજના કષાય કહેવાય છે.
જે કષાયના પરિણામથી અનંત સંસાર વધે તેને ‘અનંતાનુબંધી કષાય' કહેવાય છે. સુદેવ, સુગુરુ અને સુધર્મનો દ્રોહ, અવજ્ઞા, આશાતના, વિમુખભાવ, ઉત્સુત્ર ભાષણ, અસત્ ધર્મનો કદાગ્રહ આદિપ્રવૃત્તિથી પ્રવર્તતાં અનંતાનુબંધી કષાય સંભવે છે.
જેમ મનુષ્ય આહાર ગ્રહણ કરી જઠરાગ્નિ આદિના યોગથી આહાર પચાવી તેમાંથી રસ, રક્ત, માંસ, ચરબી આદિમાં પરિણમન કરે છે તેવી જ રીતે જીવાત્મા મિથ્યાત્વ, અજ્ઞાન અને મોહ જેવાં ભિન્ન ભિન્ન આશ્રયો દ્વારા નવાં નવાં કર્મોનું સર્જન કરે છે. તેનાથી જ ચલાયમાન બની કર્મનો સીલસીલો ચાલુ રાખે છે.
મિથ્યાત્વ રૂપી મહાપાપને પોષનારતેર કાઠિયા છે. કાઠિયા એટલે આંતરશત્રુ. (૧) આળસ (૨) મોહ (૩) ધર્મ પ્રત્યે અવજ્ઞા (૪) માન (૫) ક્રોધ (૬) પ્રમાદ - ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ (6) નિંદા (વિકથા-ઊંઘ) (૮) કૃપણતા (મનની ગરીબી) (૯) ભય (નિયમોનો ભય) (૧૦) શોક (૧૧) વ્યાક્ષેપ (મનની ચંચલતા) (૧૨) કુતૂહલ (જિજ્ઞાસા) (૧૩) રમણતા (વિષય કષાયમાં આસક્તિ).
આ કાઠિયા કોઈ પણ ઉપાયે દૂર કરવા અત્યંત આવશ્યક છે કારણકે તેનો સંગ છૂટે તો જ જિનવાણીનું તાત્વિક શ્રવણ શક્ય બને છે. જિનવાણીના તાત્વિક શ્રવણથી તત્ત્વસંવેદન થાય છે.
જીવાત્માનો ઘણો ભાવમલ ક્ષીણ થાય ત્યારે જ ચિત્તભૂમિ ચોખ્ખી થાય છે. ચિત્તભૂમિમાંથી વિષયવાસનાના કચરાઓ દૂર થાય ત્યારે જ જિનવાણી શ્રવણ કરવાનું મન થાય છે. ચરમાવર્તકાળમાં પ્રવેશેલો આત્મા જિનવાણીને ઉપલક રીતે ન સાંભળે. પથારીમાં સૂવાનો પ્રયાસ કરતાં આડા પડેલા રાજા ઊંઘ લાવવા કથાકારની કથા ઉપેક્ષા ભાવે સાંભળે છે. તે સમયે રાજાનો આશય કથા સાંભળવાનો હોતો નથી. ઊંઘ સમાન લૌકિક પ્રયોજનના અર્થે ચરમાવર્તકાળના શુકલપક્ષી જીવો જિનવાણીનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org