________________
પપ
પાસે ભીખ માંગવાનો વારો આવશે. અમારી મનોવૃત્તિ પ્રમાણે ચાલ અથવા મારી હત્યા કર."*
કવિ દષભદાસ રાસનાયકના પૂર્વજન્મ સંબંધ મૌન સેવે છે પરંતુ રાસનાયકનો આત્મા સંભવ છે કે, પૂર્વે ધર્મબીજનું વાવેતર કરીને આવ્યો હશે કારણકે બાળપણથી જ સુસંસ્કારો તેના અંતરમાં છુપાયેલાં જ હતાં. ભલે, તે ચોર જ્ઞાતિમાં જન્મ્યો, કુસંસ્કારોની વચ્ચે ઉછર્યો, છતાં ગતાનુગતિક કુસંસ્કારોનો વાયરો યૌવનવયમાં પ્રવેશ્યા પૂર્વે તેને સ્પર્શી શક્યો નહિ, જ્યારે લોહખુર ચોરસંપૂર્ણ જીવનમાં કદી સુસંસ્કારોને અડયો જનહિ!
પૂર્વાચાર્યો કહે છે - વા યસ્ય પ્રવૃતિઃ સ્વભાવનનિત દુઃએન સી ત્યખ્યતે | અર્થાત જે જેનો સ્વભાવ હોય, તે તેને પીડા આપે (દુઃખી કરે) છતાં મૂઢતાના કારણે તે તેનો ત્યાગ કરતો નથી. જેમકે અભવ્યો કદી અભવ્યપણું છોડશે જ નહીં.
કાલસૌકરિક કસાઈએ રાજાજ્ઞા થવા છતાં હિંસાનું નિવારણ ન કર્યું. મહારાજા શ્રેણિકની કપિલા દાસીએ રાજાનું જ ધન હોવાં છતાં ભાવથી દાન ન આપ્યું
બાર બાર વર્ષો સુધી સંયમનું પાલન કર્યા છતાં ઉદાયી રાજાની હત્યા કરનારા વિનયરત્ન મુનિના હદયમાંથી અંશમાત્ર વૈરભાવ ખતમ ન થયો! જેમ માછલી જળમાં રહેવા છતાં પોતાના દેહની દુર્ગધ છોડતી નથી, તેમ દુષ્ટ સાધુ વિનયરત્નએ કોઈ રીતે પાપબુદ્ધિ વિરમી નહીં.
ગાય અને બળદને સમાન ખાદ્ય પદાર્થો ખવડાવવા છતાં ગાયને દૂધરૂપે પરિણમે પણ બળદને તેવું પરિણમન ન થાય. ભગવાન મહાવીર સ્વામી સ્વયં સંગમ દેવને બદલી જ ન શક્યા! કેવું સખેદાશ્ચર્ય! બેશક, આ સ્વભાવ દોષ જ છે.
ભવાભિનંદી જીવોને સ્વભાવથી જ દુઃખ નિવારક વિવેકજ્ઞાનના અભાવમાં વિષયકષાય વિનાનું અતિન્દ્રિય સુખ હોઈ શકે તેવી શ્રદ્ધા જ ન થાય. ભવાભિનંદીપણાની નિવૃત્તિથી જ ધર્મબીજ સાંપડે છે. - ભવાભિનંદી અવસ્થામાં મિથ્યાત્વની પકડ એવી મજબૂત હોય છે કે સત્ય તરફ એક તસુ પણ ખસવા ન દે. લોહખુચોરને સંસારથી તારનારી જિનવાણી અને જિનેશ્વર દેવ પ્રત્યે અત્યંત દ્વેષ હતો, તેથી કહી શકાય કે તે ભવાભિનંદી આત્મા હતો. અનાદિકાળથી ઓઘ સંજ્ઞામાં વર્તતા જીવને સંસાર અને સંસારના કારણોમાં જ્યાં સુધી પ્રીતિ હોય છે, ત્યાં સુધી મોક્ષનાં કારણો પ્રત્યે જાણે અજાણે દ્વેષ રહ્યા જ કરે છે.
- આજના વર્તમાન યુગમાં આખાએ વિશ્વમાં વકરેલો ત્રાસવાદ, સર્વ વિનાશક અણુશસ્ત્રો બનાવવાની વકરેલી હોડ, તે ભવાભિનંદીપણાનું તાદશ્ય ઉદાહરણ છે. પ્રતિદિન મોંઘવારીનું દર વધતું જ જાય છે. આમ જનતાની શોષણનીતિ એટલી હદે વધી ગઈ છે કે ગળામાં ફાંસો ખાઈ પોતાના પુત્રપરિવાર સાથે જીવન સંકેલી લેનારાઓની સંખ્યાનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂકંપના કારણે સર્વનાશને વરેલા માનવની ચિતા પર પોતાની રોટી શેકી ખાનારાઓ અગણિત છે. છાશ વારે *સંસ્કૃત હસ્તપ્રત કડી -પ૧,૫૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org