________________
પ૩
સભામાં બગલો શોભતો નથી, તેમ વિદ્યાવિહીન બાળક વિદ્વાનોની સભામાં શોભતો નથી.
જેમ મધપૂડા પાસે મધમાખી ધસી આવે છે, તેમ વિનયી પાસે બાહ્યાભ્યતર સંપત્તિઓ દોડી, આવે છે. વિનય લઘુતા છે. કૂવામાં ઘડો નાખ્યા પછી જો તે આડો પડે નહિ તો તેમાં પાણી ભરાતું નથી, તેમ જીવનરૂપી ઘડાને જ્ઞાનાદિસદ્ગુણોથી ભરવા તેને નમાવવો (વિનય કરવો) પડે છે.
જ્ઞાનના મહાસાગર સમાન ભગવાન મહાવીર સ્વામી પાસે ગૌતમસ્વામીએ અહંકાર છોડી વિનય કર્યો તેથી તેઓ ચૌદપૂર્વનું જ્ઞાન મેળવી શક્યા જ્યારે સ્થૂલિભદ્રજીને અહંકારે છેતર્યો તેથી તેઓ ચૌદપૂર્વનું અર્થ-સૂત્ર સહિત સંપૂર્ણજ્ઞાન મેળવવામાં અધૂરા રહ્યા.
નંદીસૂત્રમાં અભિમાનથી અક્કડ માનવીને “મુદ્ગશૈલ' પથ્થરની ઉપમા આપી છે. કારણ કે આ પથ્થર પુષ્કરાવૃત મેઘ જેટલો મુશળધાર વરસાદ વરસ્યા છતાં ભીંજાતો નથી, તેમ અવિનયી વ્યક્તિ વક્ર હોવાથી વિદ્યા પ્રાપ્ત કરી શક્તો નથી.
ગુરુએ નજાકત, નમણા પથ્થરને ઘાટ આપી સુસંસ્કારોનું સિંચન કર્યું. તેની પ્રતિભા કંઈક અનોખી જ નિર્માણ થઈ. આ બાળક અગોચરના પંથનો પ્રવાસી બનવા જ જાણે ન સર્જાયો હોય !
લોકમુખે પરંપરાગત રોહિણેયકુમારની કથા સાંભળી હતી તેવી આ કથા નથી. અહીં વિદ્યાપ્રાપ્તિના કાળ સુધી રોહિણેયકુમાર સંસ્કારની દષ્ટિએ પિતાથી વેગળો જ જણાય છે. પિતાના કુળના કુસંસ્કારોથી રાસનાયક તહ્ન વિમુખ હતો; તેવું કવિ અહીં ચિત્રિત કરે છે.
પૂર્વજોની કંડારેલી કેડીના પ્રવાસી બનનારાનો આ જગતમાં તોટો નથી પરંતુ અવનવી કેડીઓના કર્ણધાર બનવાનું કૌવત કદીક કોઈકને જ સાંપડે છે. કાજળની કોટડીમાં જન્મ્યા છતાં કયાંય કાળાશનો ડાઘ જ નહિ, કેવું આશ્વર્ય!રોહિણેયકુમારને અત્યાર સુધી દુર્ગુણ અડયો જ નહીં!*
ધર્મસંગ્રહસારોદ્ધાર ગ્રંથમાં ચાર પ્રકારના પુત્રો કહ્યા છે. (૧) સુજાત પિતા તુલ્ય ગુણવાળા. જેમકે આંબાની ગોટલીમાંથી સદશ ગુણવાળી કેરી પાકે, તેમ પિતા જેવો જ પાકે તે સુજાત’ કહેવાય છે. (ર) અવિજાત કોળા કે બીજોરાના નાના બીજમાંથી મોટું, સુંદર ફળ પાકે , તેમ પિતાના ગુણથી અધિક ગુણવાળો પુત્ર પાકે તેને અવિજાત' (વિશિષ્ટ જાતિવાન) કહેવાય છે. (૩) કુજાત વડનું વૃક્ષ પથિકોને છાયા આપે છે પરંતુ તેનું ફળ તુચ્છ પાકે છે, તેમ પિતા પરોપકારી હોય પરંતુ પિતાની અપેક્ષાયે પુત્ર હીન ગુણી હોય તે કુજાત' કહેવાય છે. (૪)કુલાંગાર જેમ શેરડી કે કેળને ફળ આવતાં જ શેરડી કે કેળનો નાશ થાય છે, તેમ જે પુત્ર પિતાના કુળનો ઘાતક બને છે તે કુલાંગાર' કહેવાય છે.
પોતાના જ દેહયોગથી ઉત્પન્ન થયેલ મહારાજા શ્રેણિકનો પુત્ર અજાતશત્રુ-કોણિક; જેણે * આ કથા જુદી રીતે પ્રસ્તુત થઈ છે. ઘરફોડ લોહખુર ચોરનો પુત્ર નાનપણથી જ ચોરીના ધંધામાં પાવરધો હતો. ચબરાકપણું અને ચતુરાઈમાં તે પિતાથી સવાયો નીકળ્યો. તે ગુપ્ત વેશમાં આવતો અને સુખી, સમૃદ્ધ માણસોને લૂંટતો તેમજ અજાણી અગમ્ય જગ્યાએ ચોરીનો માલ છુપાવતો. પ્રાપ્ત થયેલી મૂડીથી તે ગરીબોને મદદ કરતો. ઘણા લોકો તેનો ઉપકાર માની ખુશ થતાં અને રાજાને રોહિણેયને પકડવામાં મદદન કરતા. (જૈનકથા સંગ્રહ : કથા ૨૯, સં. જૈન એજ્યુકેશન કમિટી, જાન્યુ. ૨૦૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org