________________
પર
જ્ઞાનનું આરાધન મોક્ષપ્રાપ્તિનું અનિવાર્ય અંગ છે. જેમ ગાઢ અંધકાર દીવો પ્રગટતાં દૂર થાય છે, તેમ અનાદિનો પરભાવ જ્ઞાન પ્રગટતાં આપોઆપ દૂર થાય છે.
તત્ત્વજ્ઞાન વિવેક શક્તિને જાગૃત કરે છે. મિથિલાપતિ નમિરાજર્ષિ કંકણનો કોલાહલ બંધ થતાં ઊંડા ચિંતનમાં સરકી ગયા. તેમણે ચિંતન કરતાં તત્ત્વજ્ઞાનનું નવનીત મેળવ્યું. “જ્યાં એક છે ત્યાં પરમાનંદ છે.” તેમને એકત્વના આનંદની અનુભૂતિ થઈ. તત્ત્વબોધથી તત્ત્વજ્ઞાન થયું. તત્ત્વજ્ઞાન સમ્યક્રચારિત્રને ખેંચી લાવ્યું. છેવટે સર્વ કર્મોને તોડી સિદ્ધ, બુદ્ધ અને નિરંજન બન્યા. જ્ઞાનનું લક્ષણ, નમ્રતા-વિનય છે. વિનયઃ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ ચરણ, દશવૈકાલિક સૂત્રનું નવમું અધ્યયન વિનયધર્મનું સ્વરૂપ દર્શાવે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં વિનયને આચારનું રૂપ આપ્યું છે. જિનશાસનનું મૂળ વિનય છે. તે નિર્વાણ સાધન છે. વિનય વિના કયો ધર્મ કે કયું તપ ટકી શકે? ભારતીય સંસ્કૃતિ વિનયપ્રધાન છે. વિદ્યા વિનયથી શોભે છે. વિનયથી ત્રણ પ્રકારની વિશેષતાઓ પ્રાપ્ત થાય છે ૧) વિનીત બુદ્ધિમાન વ્યક્તિ અત્યંત દુષ્કર કાર્ય સરળતાથી સિદ્ધ કરી શકે છે. ૨) તે ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થમાં દક્ષ બને છે. ૩) તેનું વર્તમાન જીવન અને પારલૌકિક જીવન સફળ બને છે.
ઉપદેશપદ' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી કહે છે:
"भत्तीए बुद्धिमंताण तहय बहुमाणओयएएसिं।
अपओसयसंसाओ एयाण विकारणजाण।। અર્થ: બુદ્ધિનો પ્રકર્ષ પામવા માટે ત્રણ ઉપાયો છે. (૧) બુદ્ધિમાનોની ભક્તિ (૨) બુદ્ધિમાનોનું બહુમાન (૩) બુદ્ધિમાનોની ઈર્ષારહિતપ્રશંસા.
જ્ઞાનીની ભક્તિરૂપ વિનય કરવાથી બુદ્ધિ નિપુણ બને છે. જ્ઞાન ગ્રહણ કરવાને અયોગ્ય વ્યક્તિ માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના અગિયારમા અધ્યયનમાં કહ્યું છેઃ
"अहं पंचाहिं ठाणेहि,जेहिं सिक्खा नलब्भइ।
थंभा कोहापमाएणं,रोगेणालस्सओणय।। અર્થઃ પાંચ કારણોથી વિદ્યા પ્રાપ્ત થતી નથી. તે પાંચ કારણો આ પ્રમાણે છે. (૧) અહંકાર (૨) ક્રોધ (૩) પ્રમાદ (૪) રોગ (૫) આળસ.
ચોર જેવી પછાત જ્ઞાતિમાં પણ રોહિણેયકુમારના માવિત્રો વિદ્યાભ્યાસ માટે રુચિ ધરાવે છે તે પ્રશંસનીય છે. તેમણે જ્ઞાનનું વૈભવ આપી સંતાન પ્રત્યેનું પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે.
એક કવિ કહે છેઃ
माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः।
नशोभते सभा मध्ये हंसमध्ये बको यथा।। અર્થ: સંતાનને વિદ્યાભ્યાસ ન કરાવનાર અભણ માતા-પિતા સંતાનનાં ખરાં શત્રુ છે. જેમ હંસની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org