________________
૫૧
કહેવાય છે. આ જ્ઞાનથી સમ્યફચારિત્ર પ્રગટે છે અને પરંપરાએ મોક્ષરૂપી મધુર ફળોનો આસ્વાદ માણી શકાય છે. તત્ત્વસંવેદન જ્ઞાનમાં સ્વ સ્વરૂપની પિછાણ છે. આ જ્ઞાન યથાર્થ છે.
“જો હોય પૂર્વભણેલો પણ, જીવને જાણ્યો નહીં;
તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.” સાધુ કવિપદ્મવિજયજીએ દર્શનપદની પૂજામાં કહ્યું છે:
સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં અરહો અથડાય.” (વિવિધપૂજા સંગ્રહ, ભા.૪,પૃ.૨૮૩)
ઉપરોક્ત પ્રથમ બે જ્ઞાનથી ઉદરભરણ અને મનોરંજન કાર્યો થઈ શકે પરંતુ આધ્યાત્મિક ફળ ન મળી શકે. તત્ત્વસંવેદન જ્ઞાન મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક હોવાથી શ્રેષ્ઠજ્ઞાન છે. સુઘે છનું તત્ત્વ વિવારMવીતત્ત્વની વિચારણા એ જ બુદ્ધિનું ફળ છે.
જ્ઞાની એક એક શ્વાસોશ્વાસમાં જેટલાં કર્મો ખપાવે છે, તે અજ્ઞાનીને ખપાવતાં દોડ પૂર્વ જેટલો સમય લાગે છે. સા વિદ્યા યા વિમુવર - તે જ વિધા જ્ઞાન કહેવાય જેનાથી કર્મબંધનથી મુક્તિ મળે, તેથી જ કહ્યું છે:
, “કષ્ટકરો સંજમ ધરો, ગાળો નિજ દેહ;
જ્ઞાનદશા વિણ જીવને, નહિ કર્મનો છેહ.”
પારસમણિને લોઢાનો સ્પર્શ થતાં તે સુવર્ણ બની જાય છે, તેમ જીવાત્માને તત્ત્વજ્ઞાની (સમકિત)નો સ્પર્શ થતાં સમ્યકજ્ઞાન સાથે સચચારિત્ર (આચરણ)ની ઝલક જોવા મળે છે.
ન્યાયશાસ્ત્રમાં કહ્યું છેઃ સ્વર વ્યવસયિ જ્ઞાનમ્ પ્રમાણમાં જે જ્ઞાન પોતાનો અને પરનો. નિશ્ચય કરે છે તે જ્ઞાન પ્રમાણભૂત છે. |
નેણાંનાડૂતે સવૅનાગડ્ડા
ને સવંનાફતેગંનાગઠ્ઠા (શ્રી આચારાંગસૂત્ર, અ.૩/૪/૨, પૃ. ૧૩૧) અર્થ: જેને નિજ આત્મા જણાય તેને સર્વ જણાય છે. નિજ આત્મામાં સ્થિરતા વધતાં કેવળજ્ઞાન થાય છે. જેમાં ત્રણે લોકનાં સર્વ પદાર્થોની સર્વ પર્યાયો જણાય છે. આવો મહિમા છે સ્વ વડે સ્વને જાણવાનો!
ગુર્જર કવિ નરસિંહ મહેતા પોતાના ભજનમાં ગાય છે:
“જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;
માનુષા દેહ તારો એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિવૂઠી.”(સ્વાધ્યાય સંચય પૃ.૩૮૦) અર્થ: આત્મતત્વને ઓળખ્યા વિના ઉગ્ર સાધના પણ વ્યર્થ છે. જેમાં માવઠું થતાં પાક નષ્ટ થાય છે, તેમ આત્માનુભૂતિ વિના મનુષ્ય દેહ એળે જાય છે.
પૂર્વાચાર્યોએ અજ્ઞાનીને પશુની ઉપમા આપી છે.
જ્ઞાન વિના પશુસારીખા, જાણો એણે સંસાર જ્ઞાન આરાધનથી લહ્યું, શિવપદ-સુખ શ્રીકાર.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org