SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ0 ઈસ્લામ ધર્મમાં વિદ્યા માટે ઈલ્મ' શબ્દ વપરાયો છે. કુરાન પ્રમાણે 'HADITH- હદીથ(સ)' શબ્દ વપરાયો છે. જે વિદ્યા અલ્લાહ પાસેથી પ્રાપ્ત થાય છે. જૈનદર્શન અનુસાર પરમાત્માની વાણીને જિનવાણી' કહેવાય છે. ભગવાન બદષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને અક્ષરજ્ઞાન આપી જગત પર મોટો ઉપકાર કર્યો છે. જૈનદર્શનમાં પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાનની વાત નંદીસૂત્રમાં કહી છે. આ બંને જ્ઞાનને સમજવાની અને ઉપયોગમાં લેવાની આવડત વિદ્યામાં છે. સાચા શિક્ષણની ઈમારતના ચાર પાયા છે. (૧) માહિતી-Information (૨) કૌશલ-Skill (૩) દૂરદર્શિતા-Vision (૪) ઉર્જા-Motivation. માત્ર પુસ્તકનું માહિતીજ્ઞાન સંપૂર્ણ નથી. તે જ્ઞાન જ્યારે ક્રિયામાં રૂપાંતરિત થાય છે ત્યારે . વ્યક્તિના શરીર અને મન સાથે વણાઈ જાય છે. કૌશલયુક્ત જ્ઞાન વ્યક્તિની દષ્ટિને વ્યાપક બનાવે છે. દૂરદર્શિતાથી વિચારશક્તિની ક્ષિતિજો વિસ્તરે છે. આંતરઉર્જાથી વ્યક્તિગતિશીલ બને છે. ' ' | વિનોબા ભાવેનું શિક્ષણ સંબંધી મંતવ્ય આ દિશામાં દીવાદાંડીની ગરજ સારે છે. તેમણે કહ્યું છે કે, “શિક્ષણ કિસૂત્રી પ્રક્રિયા છે. યોગ, ઉદ્યોગ અને સહયોગ એ વિદ્યાના ત્રણ સૂત્રો છે.” યોગ એટલે જીવન સાથે ગુણોનું જોડાણ. અભય, આત્મવિધા, પ્રજ્ઞા અને વિવેક ભાવ આ મુખ્ય ગુણો છે. ઉદ્યોગ એટલે શ્રમ. જ્યાં શ્રમ છે ત્યાં શિક્ષણ વાંઝિયું નથી. સહયોગ= સહજીવન. તેથી નાગરિક ધર્મ વિકસે છે. ભાષા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર માણસને માનવ બનાવે છે. ' જૈનદર્શનમાં જ્ઞાનનો મહિમા ખૂબ ગવાયો છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. જીવનું લક્ષણ છે. જડ કર્મોના આવરણથી જ્ઞાન ઢંકાઈ ગયું છે. જ્ઞાન બે પ્રકારનાં છે. (૧) વ્યવહારિક જ્ઞાન (૨) પારમાર્થિક જ્ઞાન. વ્યવહારમાં ઉપયોગી જ્ઞાન, તે “વ્યવહારિક જ્ઞાન' કહેવાય. નિર્વાણ કે પરમપદની. પ્રાપ્તિમાં ઉપયોગી જ્ઞાન પારમાર્થિક જ્ઞાન' કહેવાય. ઉપાધ્યાય યશોવિજયજી જ્ઞાનસાર ગ્રંથમાં જ્ઞાનના ત્રણ પ્રકાર કહે છે. (૧) વિષય પ્રતિભાસ જ્ઞાન (૨) અત્મપરિણતિમ જ્ઞાન (૩) તત્ત્વસંવેદન જ્ઞાના હેય અને ઉપાદેયના વિવેક વિનાનું માત્ર વિષયના પ્રતિભાસરૂપ જ્ઞાન હોય તે વિષય પ્રતિભાસ જ્ઞાન’ છે. લૌકિક ભાષામાં તેને “પોપટિયું જ્ઞાન” કહેવાય. પોપટ મુખથી રામ રામ' બોલે પરંતુ તે વિશેષ કંઈ જાણતો નથી. આવા જ્ઞાનથી માત્ર ક્ષણિક મનોરંજનથી વિશેષ કોઈ લાભ ન થાય. જે જ્ઞાનમાં વિષયના પ્રતિભાસ (જાણપણા) ઉપરાંત હેય અને ઉપાદેયનો વિવેક હોય પરંતુ તથાવિધ પ્રવૃત્તિ ન હોય; તેને આત્મપરિણતિમત્ જ્ઞાન' જાણવું. લૌકિક ભાષામાં તેને “પોથીમાંનાં રીંગણા' જેવું જ્ઞાન કહેવામાં આવે છે. માત્ર જાણપણાથી શું અર્થ સરે? જે પદાર્થમાં હેય, ડ્રોય અને ઉપાદેયની બુદ્ધિ કેળવી છોડવા યોગ્ય પદાર્થને છોડવા, આદરવા યોગ્ય પદાર્થને આદરવા; તેને “તત્ત્વસંવેદન (સમ્યકજ્ઞાન અથવા પારમાર્થિક) જ્ઞાન' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy