________________
.' '
..૩૯
તો ક્યારેક તે વાનર બની વૃક્ષોની ડાળો પર ઝડપથી ચઢતો. ક્યારેક પશુ બની જનાવરોના ટોળામાં ભળી જઈ અન્ય પશુઓ સાથે લડતો. તે અવસ્થાપિની નિદ્રામાં લોકોને પોઢાડી શકતો હતો. આવી અનેક વિદ્યાઓમાં તે કુશળ હતો પરંતુ તે ચોરી કરતો ન હતો. ...૩૬
તે ન જીવહિંસા કરતો કે ન અસત્ય બોલતો. તે અદત્ત (ચોરી) ન લેતો. તે પરોપકારનાં કાર્યો કરી પુણ્ય ઉપાર્જન કરતો હતો. (પુત્રના આવા સજ્જન જેવા આચાર વિચાર જોઈ) એક દિવસ પિતાએ તેને સમજાવતાં કહ્યું, “વત્સ ! મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ, તારી આવી વર્તણૂકથી આપણો ઘરસંસાર (કુળપરંપરા) નહીં ચાલે.”
...૩૦ આપણા કુળના રીતરિવાજો જીવંત રાખવા તું મદિરાપાન તેમજ માસભક્ષણ કર. તું જુગાર રમ અને પરસ્ત્રીનું સેવન કર. સજ્જન રોહિણેયકુમારે પિતાને તરત જ વળતો જવાબ આપ્યો ...૩૮
પિતાજી! જુગટુ રમવાથી ભથ્થુ ભૂલાઈ જાય છે. મદિરાથી વિદ્યા ન સધાય. હું નાનો બાળક છું. પરસ્ત્રીગમનમાં હું ન સમજું.
વળી, જે વનપશુઓ સાથે હું રમું તેને જ (મારા મિત્રને ) મારીને ખાઈ જવાનાં ?'' આ પ્રમાણે પિતા તેને સમજાવવા વાતો કરતા હતા. થોડા સમય પછી રોહિણેયકુમારના પિતા સખ્ત માંદગીમાં પટકાયા.
૪૦ તેમણે રોહિણેયકુમારને પોતાની પાસે બોલાવી અંતિમ શીખામણ આપતા કહ્યું “પુત્ર! હવે તું કુટુંબની સારસંભાળ રાખજે. વત્સ! હું તને ખાસ ભલામણ કરું છું કે (દેવ, દાનવ અને માનવોની સભામાં બેસી સરસ ઉપદેશ આપતાપેલા) વર્ધમાન પાસે તું કદી ન જઈશ. તે અત્યંત કપટી છે. ...૪૧
તે જ્યારે રાજગૃહી નગરીમાં આવશે ત્યારે સમવસરણની રચના થશે. આ સમવસરણમાં જઈ તું દેશના સાંભળીશ નહીં. તેથી તું ખૂબ દુઃખી થઈશ. (ચોરી એ આપણો પરંપરાગત કુલાચાર છે. મહાવીરનું એકાદ વેણપણ કાને પડશે તો કુલાચારનો લોપ કરાવ્યા વિના નહિ રહે.. ..૪૨
વત્સ !મારાં વચનો તારા હૈયામાં ધારણ કરજે (હું તને સાચું કહું છું. મારા વચનો પર શ્રદ્ધા કરજે.) તું એનાથી દૂર રહેજે. આ વચનો અવસરે તને જરૂર ઉપયોગી થશે. જે પિતાના વચનોનું ઉથાપન કદી કરતા નથી તેને સુપુત્ર કહેવાય.”
..૪૩. - પિતાના વિલક્ષણ વચનો સાંભળ્યા છતાં રોહિણેયકુમારે કોઈ વિરોધ કે આક્રોશ ન કર્યો. તેણે પિતાને વચન આપતાં કહ્યું “પિતાની અંતિમ ઈચ્છા કે વચનની અવગણના કરનારા પાપી છે.” (હું આપની આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ.) રોહિણેયકુમારના વચનો સાંભળી પિતાના કાળજે ઠંડક થઈ. તેણે વાત્સલ્યથી પુત્રના મુખ અને પીઠ પર હાથ ફેરવ્યો.
...૪૫ આ પ્રમાણે કહી લોહખુર ચોર મૃત્યુ પામી પરલોકે ગયો. હવે રોહિણેયકુમાર પિતાના ગરાસ (હક્કનું ધન) ને હકદાર બની ભોગવવા લાગ્યો. લોહખુર ચોરના મૃત્યુ પછી એક સુભટને તે વિશે વિચાર આવ્યો... તેણે મહામંત્રી અભયકુમારને જઈને વિનંતી કરી.
..૪૬. “મહામંત્રી !તમારી બુદ્ધિ ક્યાં ગઈ છે? શું તમે ભૂલી ગયા છો ? શું ચોરના મરી ગયા પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org