________________
૪૬
નામ પરથી નામ મળ્યું. રોહિણેયનો અર્થ બુધ ગ્રહ થાય છે. તેને જ્યોતિષમાં સૌમ્યગ્રહ' કહે છે. '
જ્યારે રોહિણેયકુમારનો જન્મ થયો ત્યારે શ્રેણિક રાજા બેનાતટ નગરથી રાજગૃહી નગરીમાં પાછા આવ્યા હતા. તે પછી પ્રસેનજિત રાજાએ દીક્ષા લીધી અને શ્રેણિક રાજાનો. રાજ્યાભિષેક થયો. (સંસ્કૃત હસ્તપ્રત કડી - ૩૨,૩૩)
પુત્રના જન્મથી માતા-પિતા અત્યંત હર્ષિત થયા. જેમ કોઈ રાજકુંવરનો જન્મ થતાં જ્યોતિષોને બાળકનું ભવિષ્ય જોવા તેડાવવામાં આવે છે, તેમ લોહખુર ચોરે પોતાના વ્હાલા પુત્રની જન્મકુંડલી બનાવવા અનુભવી ભવિષ્યવેત્તાઓને તેડાવ્યા.
કડી-૨૫ થી ૨૮માં કવિએ જન્મકુંડલી બનાવવાની વિધિનું રસિક વર્ણન કર્યું છે. અહીં રાસકર્તા જ્યોતિષ વિષયક ઊંડું ધ્યાન ધરાવે છે, એવું સ્પષ્ટ થાય છે.
પંડિતોએ બાળકનું તગતગતું કપાળ, મુખ પર રહેલી તેજસ્વિતા, પંચેન્દ્રિયથી પરિપૂર્ણ ઉત્તમ લક્ષણોથી યુક્ત, સર્વાગ સુંદરતા અને ગ્રહોનો સુમેળ જોઈ ભવિષ્ય ભાખતાં કહ્યું, “આ બાળક સત્ય અને ધર્મનો આદર્શ બનશે. તેની ક્ષત્રિય જેવી વીરતા હશે, તે જિનેશ્વરના હાથે દીક્ષિત થશે. વળી, ત્રણે લોકમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે.”
ચોરનો પુત્ર ચાર જ બને ” એવી માન્યતા ધરાવતા લોહખુર ચોરને ભવિષ્યવેત્તાઓની વાત સાંભળી અચંભો થયો. ‘બાળક હજુ નાનો છે એવું સમજી તે વાતને તેણે ટાળી દીધી. પંડિતોને ખુશ કરી વિદાય આપી. ધીમે ધીમે રોહિણેયકુમાર યોગ્ય દેખરેખ તથા લાડથી બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતો મોટો થયો.
દુહા : ૨ ચંદતણી પરિવાયતો, સાધઈ કલા અનેક;
શાહાસ્ત્ર (શાસ્ત્ર) ભલા ભણતો સહી, ધરતો ઘણો વિવેક અર્થ: રોહિણેયકુમાર બીજના ચંદ્રની જેમ વધવા લાગ્યો. તેણે યોગ્ય વય થતાં અનેક વિદ્યાઓ શીખી લીધી. તેણે ઘણા શાસ્ત્રોનો વિનયપૂર્વક અભ્યાસ કર્યો. વિદ્યા ભણતાં તેણે ખૂબ વિવેક સાચવ્યો.
•. ૩૨.
•..૩૨
ઢાળ : ૧ રોહિણેયકુમારની બાલ્યાવસ્થા
(દેશી : એક આલોયણનો દાણી રે) વવેકી પૂરષ રોહણીઉ રે, વિદ્યા ચઉદઈ તે ભણીઉં; ટ્યતઈસી તાત વિધાઈ રે, આકાસિં ઉડી જાઈ પણિ કો પગિ વલગઈ જ્યારઈ, તાત ઉડી ન સકઈ ત્યારઈ; કલા સાધવા સજ હું થાઉં રે, પગિ વલગઈ તસ લેઈ જાઉં પછઈ કુપકુંડિ નર આવઈ રે, મોટા દોરડા જાડા લાવઈ;
પગે લાકડાં બાંધી ઉંડઈ રે, થઈ માછલો જલ માહા બુડઈ *જૈનકથાનકોષ અનુસાર રોહિણી નક્ષત્રના યોગે પુત્ર થયો તેથી રોહિણેયકુમાર (રોહિણેય) નામ રાખ્યું. પૃ-૩૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org