________________
૩૯
આત્મવિકાસના અવરોધક બળોને હડસેલ્યા વિના સમ્યકત્વ આદિ ગુણો પ્રગટ ન થાય. તે પ્રગટાવવા જીવે પ્રચંડ પુરુષાર્થ આદરવો પડે. કર્મોપર વિજય મેળવનાર મહાવીર' બને છે.
"जो सहस्संसहस्साणं संगामे दुज्जइ जिणे |
एणं जिणेज्ज अप्पाणं एस मे परमोजओ ।। અર્થઃ દુર્રીય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે તેના કરતાં કર્મોને હંફાવી પોતાના આત્માપર વિજય મેળવે તે જ પરમ વિજય છે.
મિથ્યાત્વ જીવને અનાદિકાળથી વળગેલું છે. જેમ કોરડામગને આકરા અગ્નિમાં પકાવવા છતાં તે ચડતા નથી, તેમ અભવ્ય જીવો મિથ્યાત્વને ઘણા પ્રયત્ન પણ દૂર કરી શકતા નથી. તેઓ સંયમની ઉત્કૃષ્ટ સાધના કરે, નવપૂર્વનો અભ્યાસ કરે છતાં મોક્ષના લક્ષ્ય વિનાની, સંસાર સુખની અપેક્ષાથી કરાતી સાધના પુય બંધ કરાવે પરંતુ કર્મ નિર્જરા ન કરાવે. તેવા જીવો સદા સંસારભાવથી બદ્ધ જ રહે છે. અભવ્ય જીવોનો તેવો જ સ્વભાવ છે. મિથ્યાત્વને તેઓ છોડી શકતા નથી. મિથ્યાત્વ પર વિજય મેળવ્યા વિના આત્મજયન થાય. આવું ભગીરથ કાર્ય ફક્ત ભવ્ય જીવો જ કરી શકે છે.
“ભાવ લોકપ્રકાશ' ગ્રંથમાં (૩૬/૦૨) ભવ્ય-અભવ્ય જીવનું લક્ષણ બતાવતાં કહ્યું છે:
“જે જીવોમાં મુક્તિપદ પામવાની યોગ્યતા છે તેને ભવ્ય કહેવાય અને જે જીવોમાં કદાપિ મુક્તિપદ પામવાની યોગ્યતા નથી તે અભવ્ય કહેવાય.”
જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા જ નથી તે સ્ત્રીને પતિ સંબંધની સામગ્રી મળે તો પણ ગર્ભાધાનની યોગ્યતા ન હોવાથી સંતાન પ્રાપ્તિ ન થઈ શકે; તે સમાન અભવ્ય જીવો છે.
જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા છે તે સ્ત્રી પતિ સાથે રતિ સુખ મેળવી સંતાન પ્રાપ્ત કરી શકે છે, તે સમાન ભવ્ય જીવો છે. તેમને યોગ્ય સાધન સામગ્રી ઉપલબ્ધ થાય તો મુક્તિપદપામે છે. ભવ્યજીવની યાત્રા
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં અમીબાથી આદમ સુધીની સળંગતા છતી થાય છે જ્યારે જૈનોના ઉત્ક્રાંતિવાદમાં જીવસૃષ્ટિનો વિકાસ સૂચિત થાય છે.
| સર્વ સંસારી જીવોની માતૃભૂમિ વનસ્પતિકાયના નિગોદ વિભાગની અવ્યવહાર રાશિ છે. જીવાત્માની આ નિયત છે. જેટલા જીવો સિદ્ધપદ પ્રાપ્ત કરે છે તે સમયે તેટલા જીવો જેનાં કષાય અને કૃષ્ણલેશ્યા મંદ થયાં છે, તેવા જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. અનાદિ નિગોદમાંથી બહાર આવવું તેને વ્યવહારરાશિ કહેવાય છે.
નિગોદની તળેટી છોડી આવ્યા પછી પણ વ્યવહારરાશિમાં જીવ અનંત પુદ્ગલ પરાવર્તન કાળ પસાર કરે છે. આ સમયમાં તે સંસારની વિવિધ યોનિઓમાં અનંત જન્મ-મરણ કરતો ચારે ગતિઓમાં ભટકે છે. કાળની પ્રધાનતાના કારણે જીવને ખોટા ઉપાયો છોડી સાચા ઉપાયો પ્રાપ્ત કરવાની વિવેકબુદ્ધિ કે ચતુરાઈ પ્રગટતી જ નથી. અજ્ઞાનતાની પ્રધાનતા હોવાથી જીવાત્મા તીવ્રભાવે પાપકર્મ કરતો રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org