________________
૩૮
મિથ્યાત્વઃ અવળી મતિ, સંશય, ભ્રમ, વીતરાગની વાણી પર ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના. જિનવચન પ્રત્યે સંશયશીલ રહેવું તે મિથ્યાત્વ છે. જેમ દૂધમાં પડેલું રતિ જેટલું વિષ પણ આરોગ્ય બાધક બને છે, તેમ મિથ્યાત્વનો ઓછામાં ઓછો અંશ પણ જીવાત્માને ચતુર્ગતિમાં પર્યટન કરાવે છે. “શ્રી આવશ્યક સૂત્ર'માં ૨૫ પ્રકારના મિથ્યાત્વ બતાવ્યા છે.
અઢાર પાપસ્થાનકમાંથી મિથ્યાત્વ નામનું અઢારમું પાપ જતાં બાકીના પાપોનું બળ આપોઆપ શિથિલ બને છે. આધ્યાત્મિક ઉષાકાળ મિથ્યાત્વની ક્ષીણતા અને સમ્યકત્વની પ્રાપ્તિથી થાય છે તેથી “મન્દનિણાણની સજઝાયમાં મિથ્યાત્વિમ્ રિહરઠ - મિથ્યાત્વનો ત્યાગ કરો; એવો ઉપદેશ આપ્યો છે.
| મિથ્યાત્વ સારાસારનો વિવેક નષ્ટ કરે છે, આત્મસ્વરૂપની ઓળખ થવા દેતું નથી: અનંતકાળથી તે જીવાત્માની સાથે જોડાયેલું છે. મિથ્યાત્વ અવસ્થામાં ગતાનુગતિક જીવન છે. ત્યાં દોષદષ્ટિની પ્રધાનતા છે તેથી જ
न मिथ्यात्व समः शत्रुर्न, मिथ्यात्व समं विषम् ।
न मिथ्यात्व समोरोगो न मिथ्यात्व समंतमः ।। અર્થઃ મિથ્યાત્વ સમાન કોઈ શત્રુ નથી. મિથ્યાત્વ સમાન કોઈ વિષ નથી. મિથ્યાત્વ સમાન કોઈ રોગ નથી. મિથ્યાત્વ સમાન કોઈ અંધકાર નથી. મિથ્યાત્વ એ પ્રબળ શત્રુ છે. ભયંકર વિષ છે, દુઃસાધ્ય રોગ છે, તેમજ ગાઢ અંધકાર છે.
સૂર્યનો ઉદય થતાં તમન્ દૂર થાય છે, તેમ મિથ્યાત્વનો પરિહાર થતાં સમ્યક્દર્શનરૂપી ભાનુનો ઉદય થાય છે. અવિરતિ વ્રત-પ્રત્યાખ્યાનના અભાવમાં પાપકર્મોની અવિચ્છિન્નપણે શૃંખલા ચાલુ જ રહેવી તે અવિરતિ છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આદિ અવિરતિ છે. અવિરતિથી સમ્યગદર્શનનું આયખું તકલાદી બને છે, તેથી તેને સર્વવિરતિના ડાભડામાં સાચવવાનું શાસ્ત્રકારો સૂચન કરે છે.
યમ-નિયમમાં સ્થિર થવાથી અવિરતિનો વિચ્છેદ થાય છે. પ્રમાદઃ આળસને પ્રમાદ કહેવાય છે. શરાબ, ભોગ, નિદ્રા, નિંદામાં સતત રહેવું તે પ્રમાદ છે. આત્માનું વિસ્મરણ એ પણ પ્રમાદ છે. અપ્રમાદથી આત્મજાગૃતિની પ્રતીતિ થાય છે. કષાય કષ સંસાર; આય= વૃદ્ધિ. અનંત સંસારની વૃદ્ધિ કરાવે તે કષાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં મુખ્ય ચાર કષાય દર્શાવેલ છે. ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર કષાયો મોટી મોટી ચાર છાવણીઓમાં પથરાયેલા છે. તેની તારતમ્યતાને આધારે ૧૬ ભેદ છે. તેનું વિવેચન પરિશિષ્ટ-૬માં છે.
કષાય જતાં ઉપશાંતતા આવે છે. કષાયને સંપૂર્ણ ક્ષય થતાં વીતરાગતાપ્રગટે છે. યોગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ અને ગતિવિધિને યોગ કહે છે. શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય છે
જ્યારે અશુભ પ્રવૃત્તિથી પાપ કર્મ બંધાય છે. શુભાશુભ કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં અયોગીપણું પ્રગટે છે, જે આત્માની શુદ્ધતમ અવસ્થા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org