________________
3o
હોવાથી તેમને શુભ વિહાયોગતિ નામકર્મનો ઉદય છે. (૦) ગોત્ર કર્મઃ આત્માના અગુરુલઘુ ગુણને આવરનાર કર્મ પુદગલના સમૂહને ગોત્રકર્મ કહે છે. જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ-નીચ કુળમાં જન્મે છે. તેની ઉત્તર પ્રવૃત્તિ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર છે.
પ્રભુ મહાવીરે મરિચીના ભાવમાં કુળમદ કર્યો. “મારા દાદા તીર્થકર, પિતા ચક્રવર્તી અને હું પણ તીર્થકર.” એવું કરતાં નીચ ગોત્રકર્મ બંધાયું. અનેક ભવોમાં વિપ્ર ત્રિદંડીનો વેશ મળ્યો. તીર્થકર થવા છતાં બ્રાહ્મણ કુળ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. (૮) અંતરાય કર્મ આત્માના અનંતશક્તિ ગુણને આવરનાર કર્મ પુદ્ગલના સમૂહને અંતરાય કર્મ કહે છે. તેના ઉદયથી જીવને દાનાદિમાં અંતરાય-વિજ્ઞ ઉત્પન્ન થાય છે. તેની ઉત્તર પ્રવૃત્તિ પાંચ છે. (૧) દાનાંતરાય(૨) લાભાંતરાય(૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય (૫) વીર્યંતરાય.
કપિલા દાસી, મમ્મણ શેઠ, ઢંઢણ મુનિ, આદિશ્વર પ્રભુ જેવા પ્રચલિત પાત્રોનો અંતરાયા કર્મમાં ઉલ્લેખ થયો છે. તે ઉપરાંત રાજાગૃહી નગરીમાં એક દ્રમક (ભિક્ષુક) ઘેર ઘેર ભિક્ષા લેવા માટે ફરતો હતો પરંતુ તેને લાભાંતરાય કર્મનો ઉદય હોવાથી કોઈ કાંઈ આપતા ન હતા. તેને લોકો પર ભારે રોષ ઉત્પન્ન થયો. વૈભારગિરિ પર્વત ઉપર ચડી મોટી શિલા પાડતાં પોતે જ પડીને મૃત્યુ પામી સાતમી નરકે ગયો. * તે ઉપભોગાંતરાય કર્મના ઉદયથી અંજના સતીને બાવીસ વર્ષ સુધી પોતાના પતિ પવનજયનો વિયોગ થયો. નળ-દમયંતી વચ્ચે બાર વર્ષ, સતી સીતા અને રામ વચ્ચે છ માસનો વિયોગ
થયો.
વડળમ્માન મોવરવત્યિા કરેલાં કર્મભોગવ્યા વિના છુટકારો મળતો નથી.
“છે આઠ કર્મની એવી સત્તા, લૂંટી છે આત્માની માલમત્તા, * ના કરતાં કોઈ કષાયની ખત્તા, તો મળશે શાશ્વતી અમરલતા.”
કર્મ મોક્ષપ્રાપક ગુણોમાં અંતરાયભૂત અને સંસારવર્ધક છે. જૈનધર્મનો કર્મ સિદ્ધાંત. આત્માની મુક્તિનો, પુરુષાર્થનો સિદ્ધાંત છે.
દેવાધિદેવ મહાવીર સ્વામીએ દેહને કસવા અને કર્મોને દબાવવા સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. સંસારના મૂઢ જીવો અલ્પ આયુષ્યનાં તુચ્છ માનુષી કામસુખો માટે નિર્વાણ સુખ ગુમાવે . છે.કરેલાં કર્મોને કારણે સંસાર પરિભ્રમણ ચાલે છે. જન્મ-મરણનું મૂળ કર્મ છે.
કર્મ આત્માની અનંતશક્તિને અવરોધે છે. કાર્તિકેયાનુપ્રેક્ષા' ગ્રંથમાં કહ્યું છે:
"कावि अउव्वा दिसदी पुग्गल दव्वस एरिसि सत्ती ।
* વેવેનVIIM સીવીવિણસિવોનાડુનીવર્સી II(ગા.૨૧૧, પૃ.૧૪૫) અર્થ: પુદ્ગલ દ્રવ્ય (કર્મ)ની એવી શક્તિ છે કે જીવમાં કેવળજ્ઞાનનો સ્વભાવ હોવા છતાં તેને કમજોર બનાવી વિકારતરફ લઈ જાય છે. * કર્મબંધના મુખ્ય પાંચ કારણો છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય (૫) યોગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org