________________
૩૬
(૨) મિશ્ર મોહનીય નવ તત્ત્વની પૂરી રુચિ કે તત્ત્વની અરુચિ તેવાં મિશ્ર પરિણામ. (૩) સમકિત મોહનીય જિનપ્રણીતતત્વમાં રુચિ હોય પરંતુ તેમાં દોષ (અતિચાર) લાગે.
ચારિત્ર પાલન - સાચી ક્રિયામાં બાધક બને તે ચારિત્ર મોહનીય કર્મ છે. તેના બે ભેદ છે. (૧) કષાય ચારિત્રમોહનીય (૨) નોકષાય ચારિત્રમોહનીય.
કષાય ચારિત્ર મોહનીયના ૧૬(સોળ) અને નોકષાય ચારિત્ર મોહનીયના ૯(નવ-હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ) મળી ૨૫(પચ્ચીસ) ભેદ છે. તેમાં દર્શન મોહનીયની ૩(ત્રણ) પ્રકૃતિ ઉમેરતાં (૨૫+૩) કુલ ૨૮(અઠ્ઠાવીસ) પ્રકૃત્તિ થાય છે.
ચારિત્ર મોહનીય કર્મની પ્રથમ ચોકડી એટલે અનંતાનુબંધી કષાય. તે દર્શાવવા તે રૂપ ચાર, વિષધર વિદુર્વીને વસુદત્ત નામે દેવ મુનિનું રૂપ ધારણ કરી પૂર્વભવના મિત્ર નાગદત્તને પ્રતિબોધ કરવા આવ્યો. તે ચારમાં ત્રણ નાગ અને એક મોટી નાગણી હતી. (નાગદત્તને પ્રતિબોધવા તેને ડસાવે છે.) આ ચારે કોઈપણ મણિ કે જાંગુલી મંત્ર વાદીથી પણ વશ થતા નથી. આવુંનાગદત્તને સમજાવવા છતાં તે ન સમજ્યો. ત્યારે સાપને છૂટા મૂકવામાં આવ્યા. તે સાપ નાગદત્તને કરડયા. નાગદત્ત બેશુદ્ધ બન્યો. નાગદત્તના કુટુંબીજનોની પ્રાર્થનાથી નાગદત્ત શુદ્ધિ પામતાં મુનિપણું અંગીકાર કરવું તે શરતે વસુદત્ત નાગદત્તને ભાનમાં લાવ્યો.
અનીતિપુરીમાં રત્નચૂડ નામનો એક વેપારી રણઘંટા નામની વેશ્યાને ત્યાં રહેતો હતો. તે ચાર ધૂતારા વાણિયાથી છેતરાયો. રણઘંટા વેશ્યાએ બતાવેલી યુક્તિથી રત્નચૂડે પોતાનું દ્રવ્ય પાછું મેળવ્યું. એ જ પ્રમાણે કષાયને જીતનારા પ્રાણીઓ પુનઃ શુભગતિને પામે છે. (૫) આયુષ્ય કર્મ આત્માના અક્ષયસ્થિતિ ગુણને ઢાંકનાર કર્મ પુદગલના સમૂહને આયુષ્ય કર્મ કહે છે. તેની ઉત્તર પ્રવૃત્તિ ચાર છે. (૧) નરકાયુષ્ય (૨) તિર્યંચાયુષ્ય (૩) મનુષ્યાયુષ્ય (૪) દેવાયુષ્ય.
આયુષ્ય કર્મની પૂજામાં સુમતિ-કુમતિ નામની સ્ત્રીઓ આતમરામ (પતિ) સાથે સંવાદ યોજે છે, જે આનંદઘનજીની પદશૈલી યાદ અપાવે છે.
એક સાધ્વીજી મોતીની નવકાર વાળીમાં આસક્ત બન્યા. તે પરિગ્રહની મૂર્છાના કારણે કાળધર્મ પામી ગરોળી થઈનવકારવાળીની આજુબાજુભમવા લાગ્યા.
સુંદર શેઠને કલંક આપનારી બ્રાહ્મણી પાટલા ઘો થઈ. અવિવેકથી નંદમણિયાર દેડકો થયો. એક સ્ત્રીનો પતિ મંત્ર આરાધતાં બળદ બન્યો. તેને તે ચારો ચરાવવા જંગલમાં લઈ ગઈ. ત્યાં સંજીવની જડીબુટ્ટી ખાવાથી તે બળદમાંથી પુનઃ પુરુષ બન્યો. (૬) નામ કર્મ આત્માના અરૂપી ગુણને આવરનાર કર્મ પુદ્ગલના સમૂહને નામ કર્મ કહે છે. નામા કર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃત્તિ છે. તેમાં ૧૪ પિંડ પ્રકૃત્તિ, બસ દશક, સ્થાવર દશક અને ૮ પ્રત્યેક પ્રકૃત્તિનો સમાવેશ થાય છે. કર્મગ્રંથ ભા-૧માં આ પ્રવૃત્તિઓને વિસ્તારથી કહી છે.
ઈંદ્ર, વસુદેવ , બળદેવ ઈત્યાદિ ત્રેસઠ સલાકા પુરુષોને શુભ નામકર્મનો ઉદય હોય છે. ઊંટના અઢાર અંગ વાકાં છે, તેને અશુભ નામકર્મનો ઉદય છે જ્યારે બળદ અને હાથીની ચાલ સુંદર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org