________________
૩૫
પ્રજ્ઞાપના સૂત્રમાં આઠ કર્મનો ઉલ્લેખ છે.
આઠ કર્મ બે વિભાગમાં વહેંચાયેલાં છે. ઘાતી અને અઘાતી, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આત્માના ચાર ગુણ છે. જ્ઞાન અને દર્શનને આવરણ કરનાર કર્મ પુદ્ગલને ક્રમશઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ કહે છે. સમ્યગદર્શન, સમ્યગચારિત્ર, અને અનંતસુખનું વિઘાતક મોહનીય કર્મ છે. દાન, લાભ, ભોગ આદિ પાંચ લબ્ધિઓનું વિઘાતક અંતરાય કર્મ છે. આ ચાર કર્મો આત્માના નિજ ગુણોનો ઘાત કરે છે તેથી તે “ઘાતી કર્મ કહેવાય છે. વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર આ ચાર કર્મ આત્માના નિજગુણોનો પૂર્ણરૂપે ઘાત ન કરનારા હોવાથી અઘાતી કર્મ કહેવાય છે. મૂળ આઠ કર્મની પ્રવૃતિઓ અને તેના દાંતઃ (૧) જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકનાર કર્મ પુદ્ગલના સમૂહને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. તેની ઉત્તર પ્રવૃત્તિ પાંચ છે. (૧) મતિજ્ઞાનાવરણીય કર્મ (૨) શ્રુત જ્ઞાનાવરણીય (૩) અવધિ જ્ઞાનાવરણીય (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય (૫) કેવળ જ્ઞાનાવરણીય.
રોહકે પોતાની બુદ્ધિમત્તાથી રાજાને રીઝવ્યા. આ કથા નંદીસૂત્રમાં ઔપાલિકી બુદ્ધિના દષ્ટાંતોમાં તેમજ “રાસરસાળ ગ્રંથ' (ચો.૬, પૃ.૯૦-૯૨)માં છે. વળી, શિવરાજર્ષિએ વિર્ભાગજ્ઞાનથી સાત દ્વીપ અને સાત સમુદ્રને જોયા. (૨) દર્શનાવરણીય કર્મ આત્માના દર્શનગુણને ઢાંકનાર કર્મપુદ્ગલના સમૂહને દર્શનાવરણીય કર્મ કહે છે. તેની ઉત્તર પ્રવૃત્તિઓ નવ છે. (૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) થીણદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણીય (6) અચક્ષુદર્શનાવરણીય (૮) અવધિદર્શનાવરણીય (૯) કેવળ દર્શનાવરણીય.
મહાભાષ્યની ૨૩૪મી ગાથામાં થીણદ્ધિ નિદ્રા વિશે માંસ, મોદક, હાથીદાંત, કુંભાર અને વિડ વૃક્ષ એમ પાંચ દષ્ટાંતો આપ્યા છે. (૩) વેદનીય કર્મ આત્મિક સુખને આવરનાર કર્મ પુદ્ગલના સમૂહને વેદનીય કર્મ કહેવાય છે. તેની - ઉત્તરપ્રકૃત્તિબે છે. (૧) શાતા વેદનીય (૨) અશાતા વેદનીય.
- એક નગરમાં શત્રુ સૈન્યનું આગમન જાણી રાજાએ તે પહેલાં ગામે ગામમાં દરેક ખાદ્ય પદાર્થોમાં ઝેર ભેળવ્યું. રાજાએ પડહ વગડાવી જાહેર કર્યું કે, “જે કોઈ મીઠું પાણી પીશે, ભોજન ખાશે. તે યમમંદિરે જશે. જે દૂર દેશમાંથી આવેલા ભોજન કરશે, ખારું પાણી પીશે તેઓ ચિરંજીવ રહેશે.” રાજાની આજ્ઞાનું પાલન જેમણે કર્યું તેઓ સુખી થયા અને આજ્ઞાનું પાલન ન કરનારા દુઃખી થયા, તેમ વેદનીય કર્મના ઉદયથી સુખ-દુઃખનું વેદન થાય છે. (૪) મોહનીય કર્મ આત્માના સમકિત અને ચારિત્ર ગુણનો ઘાત કરનાર મોહનીય કર્મ છે. તેના બે ભેદ છે. (૧) દર્શન મોહનીય (૨) ચારિત્રમોહનીયા
( શ્રદ્ધા- સાચી સમજણમાં બાધક બને તે દર્શન મોહનીય કર્મ છે. તેના ત્રણ ભેદ છે. (૧) મિથ્યાત્વ મોહનીય જિનપ્રણીત તત્ત્વમાં અરુચિ અને અતત્ત્વમાં રુચિ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org