________________
૩૪
સાંખ્યદર્શનમાં પુરુષ'નો જ આત્માના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આત્મા અકર્તા છે પરંતુ કર્તારૂપે પ્રકૃત્તિ' આદિ ચોવીસ તત્ત્વોનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
વેદાંત દર્શનમાં આત્મા માટે બ્રહ્મ' શબ્દ વપરાયો છે. તેને જીવથી ભિન્ન માનવામાં આવે છે. જૈનદર્શનમાં સંસારી આત્માનું જ સ્વરૂપ છે તેવું વેદાંતમાં જીવનું સ્વરૂપ છે. જૈનદર્શનમાં નિશ્ચયનયથી આત્માનું જ સ્વરૂપ છે તેવું જ વેદાંત દર્શનમાં બ્રહ્મ (આત્મા) નું સ્વરૂપ વતિ છે.
ન્યાય-વૈશેષિક દર્શન આત્માને નિત્ય, અમૂર્ત અને વ્યાપક માને છે. તેઓ જ્ઞાનને આગંતુક ગુણ માને છે, વાસ્તવિક ગુણ માનતા નથી જયારે જૈનદર્શન, સાંખ્યદર્શન અને વેદાંતદર્શન જ્ઞાનને આત્માનું સ્વરૂપ (ગુણ) માને છે.
ઉપનિષદ અને ગીતા અનુસાર આત્મા શરીરથી વિલક્ષણ, મનથી ભિન્ન, વિભુ-વ્યાપક અને અપરિણામી છે. એ વાણી દ્વારા અગમ્ય છે. જૈનદર્શનમાં આત્મા ચૈતન્ય સ્વરૂપ, પરિણામી સ્વરૂપને અક્ષુણ રાખતો થકો વિભિન્ન અવસ્થાઓમાં પરિણત થવાવાળો, કર્તા અને ભોકતા, પોતાની સ-અસત્ પ્રવૃત્તિ દ્વારા શુભાશુભ કર્મનો સંચય કરવાવાળો, કર્મોનો ભોકતા, સ્વદેહ પરિણામ છે. વ્યવહાર નથી આત્મા શુભાશુભ કર્મોનો કર્તા, હર્તા અને ભોકતા છે. નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ નિજ ગુણોનો કર્તા અને ભોકતા છે. સુખ, દુઃખ અને જ્ઞાનોપયોગ લક્ષણવંત ચેતના સ્વરૂપ હોય તે આત્મા છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ જ્ઞાનમય અને પરિપૂર્ણ સુખમય છે. તેના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં અવરોધક જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો છે. કર્મઃ રિયે તિર્માજે કરાય છે તે કર્મ છે. જૈન સિદ્ધાંતદીપિકા'માં શ્રી તુલસીગણિ કહે છે:
“आत्मनःसदसत्प्रवृत्या कृष्टास्तत्प्रायोग्य पुद्गलाः कर्म । અર્થ: આત્માની સાસપ્રવૃત્તિ દ્વારા આકૃષ્ટ અને કર્મરૂપમાં પરિણત થવા યોગ્ય પુદગલને 'કર્મ' કહે છે.
કામણ વર્ગણાનાં પુદ્ગલો આખા લોકમાં ભર્યા છે. આ પુદગલોમાં જ કર્મરૂપમાં પરિણત થવાની યોગ્યતા છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ તથા રાગ અને દ્વેષની ચિકાશનાં કારણે આ પુદ્ગલો આત્મા સાથે ચોંટી જાય છે, જેને 'કર્મ' કહેવાય છે. જેમ કોઈ વ્યક્તિ શરીર પર તેલ લગાવીને ધૂળમાં આળોટે તો તે ધૂળ તેના શરીર પર ચોંટી જાય છે તેવી જ રીતે મિથ્યાત્વાદિ કર્મબંધનના કારણોથી જીવ પ્રતિક્ષણ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. આત્માની સાથે ચોંટેલા અત્યંત શક્તિમાન સૂક્ષ્મ સ્કંધ તેદ્રવ્ય કર્મ છે અને આત્માના રાગદ્વેષાત્મક પરિણામ તે ભાવકર્મ છે.
કર્મના અનંત પ્રકાર છે. સ્વભાવ-પ્રકૃત્તિ અનુસાર તેના આઠ ભેદ છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪)મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (0) ગોત્ર (૮) અંતરાય.
શ્રી સ્થાનાંગ સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org